
Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કબીર એન્કલેવના 41 વર્ષીય રહેવાસી કલ્પેશ ટુડિયાનું માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. ઘટનાને રહસ્યમય બનાવે છે મૃતકના ખિસ્સામાંથી મળેલી એક સુસાઈડ નોટ, જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
અમદાવાદના બોપલમાં ફાયરિંગ
મળતી માહિતી મુજબ, રાત્રે બોપલના શિવાલય રો હાઉસમાં ફાયરિંગના અવાજથી સોસાયટીમાં હડકંપ મચી ગયો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે કલ્પેશ ટુડિયાને ગંભીર હાલતમાં જોયો, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસને તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી, આ સુસાઈડ નોટે ઘટનાને વધુ જટિલ બનાવી દીધી છે, કારણ કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ ઘટના આત્મહત્યા હતી કે કોઈએ હત્યા કરી.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની શરૂઆત કરી છે અને મૃતકના પરિવારજનો તેમજ પડોશીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરથી પુરાવા એકઠા કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.
સોસાયટીમાં ફેલાયું ભયનું વાતાવરણ
આ ઘટનાને પગલે શિવાલય રો હાઉસ અને કબીર એન્કલેવમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટના આ વિસ્તારમાં અગાઉ ક્યારેય બની નથી, જેના કારણે લોકોમાં આશ્ચર્ય અને ચિંતા વ્યાપી છે.
હાલમાં પોલીસે વિગતો જાહેર કરવાનું ટાળ્યું
પોલીસ આ ઘટનાને દરેક ખૂણેથી તપાસી રહી છે. સુસાઈડ નોટની સત્યતા, ફાયરિંગનું કારણ અને મૃતકના ખાનગી જીવનની વિગતો ખોલવામાં આવે તે પહેલાં આ બનાવ રહસ્યનું ઘેરું બની રહેશે. હાલ પોલીસે આ મામલે વધુ વિગતો જાહેર કરવાનું ટાળ્યું છે અને તપાસ પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court








