
ગુજરાતમાં સાયબર ગઠિયાઓ બેફામ બન્યા છે. કોઈને કોઈ રીતે લોકોને છેતરપીંડીનો ભોગ બનાવી રહ્યા છે. અમદાવાદના ચાંગોદરમાંથી શેરબજારના નામે લોકો સાથે કરાતી છેતરપીંડી બહાર આવી છે. આ સમગ્ર છેતરપીંડીનો પર્દાફાશ સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા કરાયો છે. જેમાં 5 સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લઈ કુલ રૂ. 31.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ચાંગોદરના મોરૈયા ગામની સેપાન વિલા સોસાયટીના એક મકાનમાં કોલ સેન્ટરમાં ચલાવી 5 સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને શેર બજારના નામે રોકાણ કરાવીને છેતરપીંડી કરવામાં આવી રહી છે. જે બાતમી SMCને મળતાં જ દરોડો પાડીને તમામ 5 આરોપીની અટકાયત કરાઈ છે.
આ સમાચર પણ વાંચોઃ આજથી ઠંડીનો ચમકાર વધશેઃ ઉત્તર ભારત તરફથી બર્ફીલા પવનો ફૂંકાતાં ગુજરાતમાં કાંતિલ ઠંડી
શેર બજારમાંથી રુપિયા કમાઈ આપવાની લાલચ
ઝડપાયેલા શખ્સો એક મકાનની અંદર કોલ સેન્ટર શરૂ કરી લોકોને શેરબજારની ટીપ્સની લાલચ આપીને થોડી રકમ કમાઇને આપતાં હતા. સામેના વ્યક્તિને વિશ્વાસમાં લીધા બાદ લાખો રૂપિયાનું રોકાણ કરાવીને ફોન બંધ કરી દઈ છેતરપીંડી આચરતાં હતા.
આ શખ્સોને દબોચ્યા?
ઠગબાજ 5 આરોપીની SMCની ટીમે મોરૈયામાંથી ધરપકડ કરી છે. પોલીસે રણજીતજી ઠાકોર, દિલીપકુમાર ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, વિપુલજી ઠાકોર, રાહુલજી ઠાકોરને ઝડપી લીધા છે. તેમની પાસેથી 19 મોબાઇલ જપ્ત કરાયા છે. પોલીસે રોકડ રૂ. 55,000 રોકડ, રૂ. 1,11,000 કિંમતના 19 મોબાઈલ, 4 મોબાઈલ ચાર્જર, રૂ. 30,00,000 કિંમતનું વાહન સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમાચર પણ વાંચોઃ આજથી ઠંડીનો ચમકાર વધશેઃ ઉત્તર ભારત તરફથી બર્ફીલા પવનો ફૂંકાતાં ગુજરાતમાં કાંતિલ ઠંડી