Ahmedabad Building Dangerous: અમદાવાદમાં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

મહેશ ઓડ

High-Rise Building Scam Ahmedabad: અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાન ક્રેશની દુર્ઘટનામાં મોટી જાનહાનિ થયા બાદ સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં 333 ઈમારતો, ટાવર, વૃક્ષો વિમાનને ઉતરવા અને ચઢવા નડતરૂપ છે. અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે ઉભી કરી દેવામાં આવી છે. વિમાનોના માર્ગથી 7 મીટર ઊંચી છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની આસપાસ ઊંચી ઇમારતો, ટાવરો અને વૃક્ષો વિમાનોના ઉડ્ડયન અને ઉતરાણ માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યાં છે. આ મુદ્દે દાયકાઓથી લડત આપી રહેલા સ્થાનિક નાગરિક વિશ્વાસ ભામ્બૂરકર બિલ્ડરો અને સત્તાધીશોના ગેરકાયદે બાંધકામોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમના આરોપો અનુસાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ની મંજૂરીનું ઉલ્લંઘન કરીને બિલ્ડરો ઊંચી ઇમારતો બનાવી રહ્યા છે, જેના કારણે વિમાનોની સલામતી દાવ પર છે.

333 ઈમારતો વિમાનોને નડતરુપ

અમદાવાદ એરપોર્ટની આસપાસ 333 ઇમારતો, ટાવરો અને વૃક્ષો વિમાનોના માર્ગમાં અડચણ બની રહ્યા છે. આમાં સિવિલ હોસ્પિટલની ઇમારત પણ સામેલ છે, જે વિમાનોના માર્ગથી 7 મીટર ઊંચી છે.

ગેરકાયદે બાંધકામો

150 ઇમારતો એવી છે કે જેની મંજૂરી એક સ્થળ માટે લેવાઈ, પરંતુ બાંધકામ બીજા સ્થળે કરવામાં આવ્યું. આ ઇમારતોને તોડી પાડવાની જરૂર છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી.

નકલી નકશાનું કૌભાંડ

બિલ્ડરો એરપોર્ટ ઓથોરિટી સામે ખોટા નકશા રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, કુબેરનગરની ઇમારતનો નકશો બોપલના સ્થળ માટે રજૂ કરીને મંજૂરી મેળવવામાં આવે છે.

ગિફ્ટ સિટીની ઇમારતો

ગાંધીનગરના ગિફ્ટ સિટીનું એક ઊંચું બિલ્ડિંગ પણ અમદાવાદ એરપોર્ટના વિમાનોના માર્ગમાં અડચણ ઉભી કરે છે.

અધિકારીઓની બેદરકારી

એરપોર્ટ ઓથોરિટી, અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને DGCCના અધિકારીઓ આ ગેરકાયદે બાંધકામો સામે પગલાં લેતા નથી. આરોપ છે કે રાજકીય દબાણ અને ષડયંત્રને કારણે આ મામલો દબાવવામાં આવે છે.

પાયલટો માટે જોખમ

ઊંચી ઇમારતોની યાદી પાયલટોને આપવામાં આવતી નથી, જેના કારણે વિમાનોની સલામતી જોખમમાં છે. ઉપરાંત, ઊંચી ઇમારતો પર ફરજિયાત એન્ટિ-કોલિઝન લાઇટ્સ અથવા ઝબૂકતી લાલ લાઇટ્સ લગાવવામાં આવતી નથી.

1986થી ચાલતું કૌભાંડ

આ ગેરકાયદે બાંધકામોનું કૌભાંડ 1986થી ચાલી રહ્યું છે, પરંતુ તેને રોકવા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. અમદાવાદ હવાઈ મથકના 4 કિલોમીટરના ઓવલ રેડિયેશનમાં બાંધકામો માટે મનાઈ છે.

ન્યાયિક નિષ્ક્રિયતા

ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે જાહેર હિતની અરજી 2021થી પેન્ડિંગ છે, પરંતુ ઝડપી નિર્ણય લેવામાં આવતો નથી.

વિશ્વાસ ભાભૂકરની લડત

વિશ્વાસ ભામ્બૂરકર આ મુદ્દે 10 વર્ષથી એકલા લડત આપી રહ્યા છે, પરંતુ તેમને ધમકીઓ મળી છે અને પોલીસે કોઈ પગલાં લીધા નથી. તેમની માંગ છે કે ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવે અને ખરીદનારાઓને બિલ્ડરો દ્વારા વળતર આપવામાં આવે.

ગુજરાતભરમાં જોખમ

એકમાત્ર અમદાવાદ જ નહીં, સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતના છ હવાઈ મથકોની આસપાસ 1500થી વધુ ઊંચી ઇમારતો અને ટાવરો વિમાનો માટે જોખમી છે. સુરતમાં જ 1000 આવા અવરોધો છે. આ ઇમારતોનો વાર્ષિક સરવે કરવામાં આવતો નથી.

આ કૌભાંડમાં સામેલ બિલ્ડરો, અધિકારીઓ અને રાજકીય આગેવાનો સામે તપાસની માંગ ઉઠી રહી છે. તંત્રએ આ મામલે તુરંત પગલાં ભરવા જરૂરી છે, જેથી વિમાનોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.

આ પણ વાંચો:

Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

 G7 Summit શરુ થાય પહેલા ટ્રમ્પે ચાલતી પકડી!, ‘સ્વ-ઘોષિત વિશ્વગુરુને ઝટકો’

Donald Trump: હવે ટ્રમ્પને મોબાઈલ વેચવાના દિવસો આવી ગયા?

ભારતમાં નહીં, અમેરિકામાં જ iPhone બનાવો, એપલના CEO ને ટ્રમ્પની  ધમકી

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ