
સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે બાઈક રેલી યોજાઈ. જેમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની ઉગ્ર માગ કરાઈ છે.
તાજેતરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર પર વિવાદીત ટીપ્પણી કરી હતી. જેથી તેનો વિરોધ સમગ્ર દેશભરમાં થયો છે. ત્યારે આજે અમદાવાદમાં અમિત શાહના રાજીનામાની માગ સાથે બાઈક રેલી યોજાઈ હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદના ખોખરા જયંતિ વકીલની ચાલી વિસ્તારથી બાઇક રેલી નીકળી શહેરના બહેરામપુરા જમાલપુર રાયપુરથી સારંગપુર ખાતે સમાપન કરાયું હતુ.
બાઈક રેલી યોજી દલિત સમાજે કહ્યું છે કે અમારી એક જ માંગ છે કે ગૃહ મંત્રી માફી માંગે અને રાજીનામું આપે.
આ પણ સમાચાર પણ વાંચોઃ RAJKOT: ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પર ડોલર-પાઉન્ડનો વરસાદ