
Ahmedabad: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર નજીક આવેલી જીન્સ બનાવતી ફેક્ટરીમાં સિવેજ ટેન્કની સફાઈ કરવા ગયેલા ત્રણ મજૂરોના મોત થયા છે. એક શ્રમિક ટેન્કમાં પડતાં બીજા બે તેને બચાવવા પડ્યા હતા. જેમાં ત્રણેય શ્રમિકોના કરુણ મોત થઈ ગયા છે.
દાણીલીમડા વિસ્તારમાં આવેલી એમ.કે.ક્રિએશન ફેક્ટરીમાં સંચાલકે સિવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટરે પાંચ માણસો સાથે ગઇકાલે કામગીરી કર્યા બાદ આજે અધૂરુ કામ 3 શ્રમિકો પૂરી કરી રહ્યા હતા, ત્યારે એક શ્રમિક જીન્સ ધોવાની ટેન્કમાં પડી ગયો હતો જેને બચાવવા બીજા બે શ્રમિક પણ ટેન્કમાં પડ્યા હતા. જેમાં ત્રણેય લોકોને ગેસની ગંભીર અસર થઈ હતી. તમામને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના મોત થયા.
પરિવારે શું કર્યા ગંભીર આક્ષેપ?
મૃતકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. ત્રણેય યુવકોની ઉંમર 25-30 વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાના કારણે તેમના મોત નિપજ્યા છે. કોઈ જાતના સેફ્ટી સાધનો આપ્યા ન હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચોઃ
Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ
Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’
મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi
ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: