ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

Gujarat Samachar ED, IT Raid: છેલ્લા બે દિવસથી IT દ્વારા રાજ્યના અગ્રણી અખબાર ગુજરાત સમાચાર અને તેના ડિજિટલ પ્લેટફોર્મ GSTV પર રેડ પાડી છે. હવે બંને સ્થળે ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગત સાંજે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે લોકો દ્વારા આ કાર્યવાહીની સખત વિરોધ થઈ રહ્યો છે. સરકાર સ્વતંત્રતા પર તરાપ મારાવી રહી છે. સરકારને સવાલ કરતાં મિડિયાનો અવાજ દબાવી રહી છે.

સરાકર સામે અવાજ ઉઠાવતાં ગુજરાત સમાચાર અને GSTV પર રેડ કેમ પાડવામાં તે સામે આવ્યું નથી. ગુજરાત સમાચારે પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી.   જો કે આપ નેતા ઈસુદાન ગઢવીએ આ દરોડા સામે પ્રતિક્રિયા આપી છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે IT 36 કલાક તપાસ ચાલી હતી. જેવી IT ટીમ નીકળે છે, એવી ગેટમાંથી EDની ટીમ પ્રવેશ કરે છે. અને જૂનો કેસો ઉકેલીને બાહુબલીભાઈની ધરપકડ કરવામાં આવે છે. ઈસુદાને આ લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. પત્રકારત્વના ચૌથા સ્તંભ પર હુમલો કહ્યો. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર ખોટી રીતે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.

ગુજરાત સમાચારને સળગાવી દેવાનો ઉલ્લેખ કરી શું કહ્યું?

તેમણે કહ્યું કે ગુજરાત સમાચારને સળગાવી દેવામાં આવ્યું ત્યારે પણ આ છાપુ જનતાને સત્ય પીરસતાં કોઈએ રોક્યું ન હતુ. તેમણે કહ્યું ગુજરાત સમાચાર અને GSTV નિડરતાથી સરકારની ટીકા ટીપ્પણી અને ફેવર  સત્ય સાથે મૂકે છે. ED દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે લોકશાહી અને પત્રકારત્વ પર હુમલો છે.

તેમણે કહ્યું સરકારને ભૂલ બતાવે તો તેને સુધારવાની જવાબદારી છે. કોઈને દબોચી લેવાના ન હોય. તેમણે અપિલ કરી તમામ ભારતના પત્રકારો અને એક્ટિવિસ્ટો આ કાર્યવાહી સામે અવાજ ઉઠાવે.

ઈસુદાને સોશિયલ મિડિયા પર શું લખ્યું?

ઈસુદાન ગઢવીએ પોતાના સોશિયલ મિડિયા હેંડલ પર લખ્યું ગુજરાત સમાચાર હંમેશા નીડર અને બેબાક અંદાજથી સત્તા સામે સવાલ ઉઠાવતું રહ્યું છે અને સરકાર પણ હંમેશા ગુજરાત સમાચાર ને એન કેમ પ્રકારે પરેશાન કરતી જ રહી છે, તેમ છતાંય ગુજરાત સમાચારે ક્યારેય તમારા અને મારા સુધી ખોટા અને ભ્રામક સમાચાર આવવા દીધા નથી..
પહેલા ગુજરાત સમાચારના અલગ અલગ સોપાનો પર IT ની રેડ પડી જે 36 કલાક સુધી ચાલી અને તે રેડ પૂરી થતા જ તરત ED ની રેડ પડી અને ત્યારબાદ ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે જે ભાજપ સરકારની કાયર માનસિકતાને છતી કરે છે.

ભાજપ સરકારના આ કૃત્યને હું સખત શબ્દોમાં વખોડું છું. આજે ભાજપ સરકારના રાજમાં ખુલ્લેઆમ લોકતંત્રના ચોથા સ્તંભને પાડવાના કાવતરા થઈ રહ્યા છે કેમ કે જે લોકો સાચું બોલે છે એ લોકો સરકાર ને પસંદ નથી.

આ પણ વાંચોઃ

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત
  • May 5, 2026

Vadnagar Suicide And Murder Case: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક એવી હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. હીરાના કારખાનામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 2 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 6 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 8 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 8 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 11 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 11 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત