Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

મહેશ ઓડ

Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે આખું વિમાન તૂટી ગયું, લોકો મરી ગયા પણ ભગવત ગીતાને કઈ ન થયું. આ પ્રકારની ઘણી રિલ્સ અને સમાચાર સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.  જોકે સવાલ એ થાય છે કે ભગવત  ગીતા બચી તો પ્લેનમાં બેસનાર લોકો અને હોસ્ટેલમાં રહેનારા લોકોએ શું ગુનો કર્યો હતો કે તેમના મોત થયા?.

મિડિયા ભગવત ગીતા પુસ્તક સહીસલાત મળી આવવાના કારણને ચમત્કાર ગણાવી રહ્યું છે. ચત્કાર હોય તો કોઈએ પોતાના સ્વજનોન ગુમાવ્યા હોત?.

લોકો ભગવત ગીતા સલામત મળતાં શ્રધ્ધા અને આસ્થા સાથે જોડી રહ્યા છે અને તે ઠેરવી રહ્યું છે કે તે ભગવન ગીતા હતી એટેલ કંઈ ન થયું. તો વિમાનમાં બેસનારા અને હોસ્ટેલમાં રેહનારા ઈન્ટર્ન ડોક્ટરોએ શું પાપ કર્યા હશે!

મિડિયાને દરેક મુદ્દાને ધાર્મિક સંવેદનાનો સાથે જોડી ચગાવવામાં મજા આવે છે. તે સરકારને સવાલ પૂછતું નથી કે, કેમ વિમાન તૂટ્યું?, વિમાનનું સંચાલન કરતી કંપનીની શું બેદરકારી છે?

દાવો કરાઈ રહ્યા છે કે વિમાનમાં અગાઉ પણ ખામી હોવાનું બહાર આવ્યું હતુ. પણ ધ્યાન ન આપવામાં આવ્યું. જેના કારણે લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જો પહેલેથી જ સરકારે ધ્યાન આપ્યુ હોત તો આવી ઘટના ન સર્જાઈ હોત. હવે તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢાલવવા બેસી ગયું છે.

લોકો હજુ પણ એ માનવા તૈયાર નથી કે ભગવદ ગીતા બચી હોય તો તેનું કારણ ભૌતિક હોઈ શકે. ઉદાહરણ તરીકે, પુસ્તક કોઈ બેગ, લગેજ કે ધાતુના કન્ટેનરમાં હોઈ શકે, જે ગરમી અને આગથી થોડું સુરક્ષિત રહ્યું હોય કે પછી બીજું કંઈ કરાણ હોય. પણ લોકોને પણ કોઈપણ ઘટનાને ધર્મ સાથે જોડી દેવાની મજા આવે છે.

આ ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી છે. જેને પોતાની આપવીતી વર્ણવી છે. તે કેવી રીતે બહાર નિકળ્યો. તેમાં પણ નેતાઓ અને લોકો શંકા કરી રહ્યા છે. બચી ગયેલા લોકોને મિડિયા અને નેતાઓ જીવવા દેતા નથી.

ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવા છતાં હોસ્પિટલમાં ઘૂસી ઘૂસીને તેને વાત કરાવવાનો પ્રયાસ કરે છે. મિડિયા પણ તમે કેવી રીતે બચી ગયાના સવાલો સતત કરતી રહે છે. આવા સમયે કોઈ નેતા કે મિડિયાને હોસ્પિટલની અંદર ઘૂસવા ન દેવા જોઈએ. આ માટે કડક નિયમો પણ બનાવવા જોઈએ. મિડિયા કે નેતાઓ અંદર ઘૂસે એટલે સારવાર કરતાં ડોક્ટરોને જ મુશ્કેલી સર્જાઈ છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિ પણ ખૂબ હેરાન પરેશાન થાય છે. વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિશ્વાસકુમાર રમેશના હાવાભાવ પરથી ખબર પડી રહી હતી કે તે નેતાઓ અને મડિયાએ તેને કેટલો હેરાન કર્યો છે.

તેમાં પણ દેશના વડાપ્રધાન મોદી મળવા ગયા. જેમાં પણ ઘણી અગવડ પડી હશે!. અહીં મોદીએ અલગ અલગ એંગલથી પોતાના ફોટા લેવડાવ્યા. અલગ અલગ એંગલથી જ ફોટો શૂટીંગમાં જ જાણે રસ હોય. મોતનો મલજો પણ જળવાયો ન હોય તેવા દ્રશ્ય સર્જાયા છે.  આવા લોકો માટે શું કરવું તે તમે નક્કી કરો.

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Related Posts

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
  • August 5, 2025

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ