Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB ટીમ ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને તપાસમાં સહાય કરવા અમદાવાદ આવી છે. આ ટીમ બોઇંગ વિમાનના ઉત્પાદક દેશ તરીકે સામેલ છે, કારણ કે ક્રેશ થયેલું વિમાન બોઇંગ 787-8 હતું.

તુર્કીએ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રેશ થયેલ બોઇંગ 787-8 વિમાન તુર્કીએ ટેકનિક દ્વારા જાળવવામાં આવ્યું હતું, પરંતુ આ સાચુ નથી. આ દાવો તુર્કીએ-ભારત સંબંધોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો છે.

‘આજ સુધી એર ઇન્ડિયા વિમાનની જાળવણી કરી નથી’

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2024 અને 2025 માટે એર ઇન્ડિયા અને તુર્કીયે ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ ફક્ત B777 પ્રકારના વાઇડ-બોડી એરક્રાફ્ટની જાળવણી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં સામેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ કરારની બહાર છે. તુર્કીયે ટેકનિકે’ (Turkish Technic) આજ સુધી આવા કોઈ એર ઇન્ડિયા વિમાનની જાળવણી કરી નથી. અમે જાણીએ છીએ કે ક્રેશ થયેલા વિમાનનું છેલ્લું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું હતું, પરંતુ અમે આ બાબતે કોઈ નિવેદન ઇચ્છતા નથી.

તુર્કીએ કહ્યું કે ખોટી માહિતી ફેલાવવાના કેન્દ્ર તરીકે અમે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તુર્કીનું પ્રતિનિધિત્વ કરતી બ્રાન્ડ્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી થતી પ્રવૃત્તિઓ પર નજર રાખીશું અને જરૂરી પગલાં લઈશું. તુર્કી રાષ્ટ્ર તરીકે, અમે દુ:ખદ વિમાન દુર્ઘટના અંગે ભારતીય લોકોના દુ:ખમાં નિષ્ઠાપૂર્વક ભાગીદાર છીએ.

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે આરોપ લગાવ્યો હતો કે મને જાણવા મળ્યું છે કે વિમાનનું જાળવણી અને સેવા તુર્કીની એક એજન્સી કરે છે. ભારતે ઉડ્ડયન ક્ષેત્ર પર નજીકથી નજર રાખવી પડશે. તે એજન્સી દ્વારા કાવતરું હોવાની શક્યતા છે. ભારતે આવા સંવેદનશીલ બાબતોમાં વિદેશી કંપનીઓની દખલગીરી બંધ કરવી પડશે. જો કે બાબા રામદેવના આ નિવેદમનું તુર્કીએ ખંડન કર્યું છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં કુલ 270 લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુખ્ત વયના, 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રૂ સભ્યોનું પણ મોત થયું હતું. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર 29 અન્ય લોકોનું પણ મોત થયું હતું અને ઘણા ઘાયલોની સારવાર ચાલી રહી છે.

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 2 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 5 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

  • June 22, 2026
  • 8 views
Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

  • June 22, 2026
  • 7 views
AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

  • June 22, 2026
  • 12 views
Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

  • June 22, 2026
  • 8 views
Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?