Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Ahmedabad plane crash, Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા, જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 ની ગુજરાતી ફિલ્મ ‘કોકટેલ લવર પેગ ઓફ રીવેન્જ’નું દિગ્દર્શન કર્યું હતું જેમાં આશા પંચાલ અને વૃત્તિ ઠક્કર મુખ્ય ભૂમિકામાં હતા.

12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આ દુર્ઘટનામાં 279થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં 241 મુસાફરો અને બિલ્ડિંગ અને જમીન પર રહેલા 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુઃખદ બાબત એ છે કે વિમાન ક્રેશની દુર્ઘટના બાદ નરોડાના રહેવાસી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલા ગુમ છે અને તેમના પરિવારને ડર છે કે તેઓ આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે.

મહેશની પત્ની હેતલે જણાવ્યું હતું કે તે 12 જૂને અમદાવાદના લો ગાર્ડન ગયા હતા. ત્યાં તેમની એક મિટિંગ હતી. બપોરે 1:14 વાગ્યે તેણે તેની પત્નીને ફોન કરીને કહ્યું કે મિટિંગ પૂરી થઈ ગઈ છે અને તે ઘરે પાછો ફરી રહ્યો છે. થોડા સમય પછી જ્યારે તે પાછો ન ફર્યો ત્યારે તેની પત્નીએ તેને ફોન કર્યો, પરંતુ તેનો નંબર બંધ આવી રહ્યો હતો.

જ્યારે મહેશનો ઘણા કલાકો સુધી સંપર્ક થઈ શક્યો નહીં અને તે ઘરે પાછો ન ફર્યો ત્યારે હેતલે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તપાસમાં જાણવા મળ્યું કે વિમાન ક્રેશ થયું એ સમયે બપોરે બરાબર 1:40 વાગ્યે મહેશનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. તેની કાર પણ મળી નથી.

પત્ની હેતલે એવું પણ કહ્યું કે તે સામાન્ય રીતે આ રસ્તા પરથી ક્યારેય આવતો નથી, પરંતુ એ દિવસે તેનું છેલ્લું સ્થાન વિમાન દુર્ઘટના સ્થળથી માત્ર 700 મીટર દૂર હતું. અકસ્માત સ્થળે ઘણાં વાહનો બળીને રાખ થઈ ગયાં હતાં અને ઘણા લોકો એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પરિવારને શંકા છે કે મહેશ પણ દુર્ઘટનાનો ભોગ બન્યો હશે.

મહેશ જીરાવાલા કોણ છે?

મહેશ જીરાવાલા(Mahesh Jirawala), જેને મહેશ કલાવડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુજરાતી ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક વિડીયો ડિરેક્ટર છે. તેમણે 2019 માં આશા પંચાલ અને વૃત્તિ ઠક્કર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘કોકટેલ લવર પેગ ઓફ રીવેન્જ’નું દિગ્દર્શન કર્યું હતું. ઉપરાંત તેણે ઘણા ગુજરાતી મ્યુઝિક વિડીયો બનાવ્યા હતા, જે દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તે પ્રોડક્શન કંપની ;મહેશ જીરાવાલા પ્રોડક્શન્સ;ના સીઈઓ પણ છે અને સોશિયલ મીડિયા પર તેમના કામના અપડેટ્સ શેર કરતો રહે છે.

અત્યાર સુધીમાં 47 મૃતદેહોની ઓળખ

આ ઘટના અમદાવાદના મેઘનીનગરમાં આવેલી મેડિકલ કોલેજના કેમ્પસમાં 12 જૂને બની હતી, જ્યારે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થયું હતું. અત્યાર સુધીમાં, ડીએનએ ટેસ્ટ દ્વારા 47 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને 24 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. મહેશનો પરિવાર હજુ પણ પોતાના દિકરાની શોધમાં છે. કહેવાયઈ છે કે તેના પરિવારના DNAના સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યાર બાદ વધુ વિગતો ખબર પડશે.

આ પણ વાંચો:

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા

New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

Mainpuri Case: ભાજપ મહિલા નેતાના વ્યભિચારી પુત્રના 130 અશ્લીલ વીડિયો વાયરલ, યુવતીએ નોંધાવી ફરિયાદ

Rajkot: 150 ફૂટ રીંગ રોડ પર જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

Related Posts

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 5 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 20 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?