Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો

Ahmedabad Police Complaint Timetable:  હવે અમદાવાદ પોલીસે ફરિયાદીએ ફરિયાદ ક્યારે કરવા આવવું તેનો સમય નક્કી કરી નાખ્યો છે. આ લાગુ કરેલો ચોક્કસ સમય અમદાવાદ પોલીસ કમિશનર હસ્તકના પોલીસ સ્ટેશન તથા કચેરીઓમાં અમલ કરવા હુકમ કર્યો છે. ત્યારે સવાલ થાય છે કે કોઈ વ્યક્તિ તેના અપરાધનો ભોગ ક્યારે બનવું તેનો સમય નક્કી કરવું પડશે. કોઈ સમય નક્કી કરીને બેઠું છે કે મારી પાસે અપરાધ પોલીસના ટાઈમે થવો જોઈએ? એ તો કોઈ પણ સમયે થઈ શકે છે. તો શું પોલીસ ગમે ત્યારે ફરિયાદ ન નોંધી શકે. જો કે ટાઈમ ટેબલને લોકો વખોડી રહ્યા છે.

 અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા સૂચના જાહેર કરી કહેવાયું છે કે ખાસ પોલીસ કમિશનર દ્વારા સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનરઓએ દરરોજ બપોરે 12થી કલાક 2 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા અરજદારોને કચેરી ખાતે હાજર રહી મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવા કહેવાયું છે અને અરજદારો પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા કહેવાયું છે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે અને અરજી મેળવી અધિકારી સમક્ષ જરૂરી કાર્યવાહી માટે વંચાણે મુકવાની રહેશે.

જ્યારે પોલીસ ઇન્સ્પેકટર (થાણા અમલદાર માટે)સામાન્ય રીતે થાણા અમલદારોને સવારના સમયે કોર્ટમાં ગુન્હાની મુદતે, તપાસનાં કામે સોગંદનામા અર્થે તેમજ અન્ય કામો અંગે હાજર રહેવાનું હોય છે. જેથી તેઓ બપોરના 12 થી કલાક 2 વાગ્યાની વચ્ચે થાણામાં આવતા મુલાકાતીઓને કયારેક ના પણ મળી શકે. તેથી થાણા અમલદારોએ દરરોજ સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહી મુલાકાત માટે આવતા મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે. અને મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.

ત્યારબાદ થાણા અમલદારોએ દરરોજ સાંજે 6થી 9 વાગ્યા દરમ્યાન પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. તેમજ આ બાબતે નાયબ પોલીસ કમિશનરોએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.

થાણા અમલદારોએ 9થી રાત્રે 12 વાગ્યા સુધી થાણા વિસ્તારમાં હાજર રહી પોલીસ સ્ટેશન તપાસને લગતા અન્ય કામો કરવાના રહેશે. તેઓ પોતાનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર રાત્રે 12 વાગ્યા સુધી કોઇપણ સંજોગોમાં છોડશે નહિ. જો તેઓને કોઇ આકસ્મિક કારણોસર તે સમય દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તાર છોડવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનરની પૂર્વમંજુરી મેળવ્યા બાદ જ વિસ્તાર છોડી શકશે.

જયારે થાણા અમલદારની નાઇટ રાઉન્ડ હોય ત્યારે તેઓ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશન વિસ્તાર છોડી શકશે અને રાત્રે 11 વાગે રાબેતા મુજબ નાઇટ રાઉન્ડમાં નીકળવાનું રહેશે. બાદ નિયમ મુજબ રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી નાઇટ રાઉન્ડ કરવાની રહેશે.

તમામ થાણા અમલદારોએ જે દિવસે નાઇટ રાઉન્ડ હોય તેના બીજા દિવસે 12.30 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ ઉપર પહોંચી જવાનું રહેશે તેમજ જ્યારે નાઇટ રાઉન્ડ ના હોય તો સવારે 10 વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર પહોંચવાનું રહેશે.

આ સુચનાઓ અમદાવાદ શહેરની તમામ કચેરીઓ તથા પોલીસ સ્ટેશન (ક્રાઇમ, સાયબર, મહિલા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિત તમામ)ને લાગુ પડશે. ખાસ/સંયુકત/અધિક/નાયબ પોલીસ કમિશ્નરનાઓએ અચૂકપણે પાલન કરવા અને કરાવવાનું રહેશે.

આ પણ વાંચોઃ  પીઢ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે દુનિયાથી અલવિદા, રાજકીય સંબંધો કેવા હતા?| Manoj Kumar

આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલા પોતાની જાતને આગ લગાડી!

આ પણ વાંચોઃ Jamanagar: 4 બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, તમામના મોત

આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી | Waqf Bill

 

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 3 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 17 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 18 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં