
Ahmedabad Accident, : ગુજરાતમાં સતત અકસ્માતોની ઘટના ઘટી રહી છે. ત્યારે હવે અમદાવાદના ચાંદખેડામાં પોલીસની નેમપ્લેટવાળી કારે રિક્ષાને ટક્કર મારતા 11 વર્ષના બાળક ઘટનાસ્થળે જ કરુમ મોત થયું છે.
અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત
ચાંદખેડા IOC રોડ ઉપર સ્નેહા પ્લાઝાની સામે કારે ટક્કર મારતાં લોડિંગ રિક્ષા પલટી મારી ગઈ હતી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી પોલીસમાં નથી તે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. ટીઆગો કાર ચાલકે રોડ પર જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં સવાર 11 વર્ષિય શંકર ગુર્જરન નામના બાળકનું મોત થયું છે. રિક્ષા પલટી જતાં પિતા-પુત્ર રિક્ષા નીચે આવી ગયા હતા. પિતાને ઈજાઓ થઈ છે. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કારમાંથી પોલીસ લખેલું બોર્ડ મળતાં વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપીએ પોલીસ નથી તો પોલીસવાળી નેમપ્લેટ કેમ લગાવી હતી તે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં નિર્દોષ બાળકનો જીવ જતાં પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે.
મીઠાખળી પાસે એક કારચાલકે પૂરપાટ ઝડપે પાંચ લોકોને અડફેટ લીધા
શનિવારે મીઠાખળી પાસે એક કારચાલકે પૂરપાટ ઝડપે પાંચ લોકોને અડફેટ લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું. ત્યારે આજે ફરીથી ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી કારે લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસની નેમપ્લેટ વાળી કારે રિક્ષાને ટક્કર મારી, 11 વર્ષના બાળકનું મોત
આ પણ વાંચોઃ Chhava film: ‘છાવા’ 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી શકશે? વાંચો સમાચાર









