અમદાવાદના વૈજ્ઞાનિકોની મોટી શોધ; પૃથ્વી કરતાં અનેક ગણો મોટો એલિયન પ્લેનેટ શોધ્યો

  • India
  • February 13, 2025
  • 1 Comments

અમદાવાદના વૈજ્ઞાનિકોની મોટી શોધ; પૃથ્વી કરતાં અનેક ગણો મોટો એલિયન પ્લેનેટ શોધ્યો

અમદાવાદ: ભારતીય વૈજ્ઞાનીકો દ્વારા ખૂબ જ મોટી શોધ કરવામાં આવી છે. તેમણે સોલર સિસ્ટમની બહાર એક ખૂબ જ મોટો એલિયન પ્લેનેટ શોધી કાઢ્યો છે. આ પ્લેનેટને TOI-6038A B નામ આપવામાં આવ્યું છે.

આ પ્લેનેટ એટલો મોટો છે કે એમાં 263 જેટલી પૃથ્વી સમાઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના વિજ્ઞાનીઓ દ્વારા માઉન્ટ આબુમાં આવેલી ઓબઝર્વેટરીના ટેલિસ્કોપ દ્વારા આ શોધ કરી છે.

પ્લેનેટ વિશે માહિતી

સાઇઝ: આ પ્લેનેટનું વજન પૃથ્વી કરતાં 78.5 ગણું વધારે છે. પૃથ્વી કરતાં એનું રેડિયસ પણ 6.41 ગણું વધારે છે.

ઓરબિટ: આ પ્લેનેટની ઓરબિટ એકદમ બ્રાઇટ છે. એની ઓરબિટ 5.83 દિવસની છે. આ સ્ટાર આપણાં સૂર્ય કરતાં વધુ ગરમ છે અને વધુ પ્રકાશ પાથરે છે.

બાઇનરી સિસ્ટમ: આ પ્લેનેટની સિસ્ટમમાં બે સ્ટાર્સ છે. એની ઓરબિટ એક સ્ટારની છે, અને એ જ સિસ્ટમમાં બીજા એક સ્ટાર છે, પણ એ સ્ટાર પહેલાથી થોડો દૂર છે.

પ્લેનેટનો પ્રકાર: TOI-6038A b એડવાન્સ પ્લેનેટ છે જે નેપ્ટ્યુન જેવો અને ગેસ જાયન્ટ પ્લેનેટની વચ્ચે આવે છે. આ ખાસ પ્લેનેટ છે જે આપણા સોલર સિસ્ટમમાં નથી.

ટેલિસ્કોપ: વિજ્ઞાનીઓએ હાઇ-ટેક ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ PARAS-2 છે. એની મદદથી આ પ્લેનેટ શોધી કાઢાયો છે. આ ટેલિસ્કોપ સ્ટાર્સની નાની નાની ચળવળ શોધી શકે છે.

આ શોધ કેમ ખાસ છે?

એડવાન્સ ટેક્નોલોજી: આ શોધને લીધે લોકો જાણવા મળશે કે ભારતના વિજ્ઞાનીઓ દુનીયાની શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

પ્લેનેટનો માળખું: આ પ્લેનેટનું મોટાભાગનું મિડલ પથ્થરથી બનેલું છે. અંદાજે 75% કોર પથ્થરથી બનેલું છે.

ભવિષ્યની સ્ટડી: આ પ્લેનેટની સિસ્ટમ એકદમ બ્રાઇટ છે. વિજ્ઞાનીઓ આની એટમોસ્ફિયર અને સ્ટાર સાથેના જોડાણનો અભ્યાસ કરી શકે છે.

TOI-6038A bએ ખોલ્યા રિસર્ચના દરવાજા

વિજ્ઞાનીઓ TOI-6038A bની વધુ સ્ટડી કરવા માટે ઉત્સાહી છે. આ બ્રાઇટ પ્લેનેટ હોવાથી ભવિષ્યમાં વધુ રિસર્ચ થઈ શકે છે. અવકાશ માટેના રિસર્ચમાં ભારત વધુ આગળ વધી રહ્યું છે અને નવા પ્લેનેટ શોધવા માટે આતુર છે. ભારત હવે સોલર સિસ્ટમની બહાર જઈને પણ રિસર્ચ કરી રહ્યું છે. આ પ્લેનેટને સબ-સેટર્ન કહેવામાં આવે છે, કારણ કે એ સેટર્ન કરતાં નાનું છે. આ સબ-સેટર્ન પ્લેનેટની સ્ટડી evolutionary છે, કારણ કે આ કેટેગરીના પ્લેનેટ આપણા સૂર્યમંડળમાં નથી.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ આ વિશે જણાવ્યું કે ‘માઉન્ટ આબુના ગુરુશિખરમાં આવેલી ઓબઝર્વેટરીમાં PARAS-2ના 2.5 મીટરના ટેલિસ્કોપનો ઉપયોગ કરીને બીજી વાર વિજ્ઞાનીઓ દ્વારા એક્સોપ્લેનેટની શોધ કરવામાં આવી છે.

PARAS-1 અને PARAS-2નો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓ દ્વારા પાંચમી શોધ કરવામાં આવી છે. એડ્વાન્સ એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ભારત હવે ખૂબ જ એડ્વાન્સ થઈ રહ્યું છે. PARAS-2 એ એશિયામાં સૌથી હાઈએસ્ટ-રેઝોલ્યુશન સ્ટેબિલાઇઝ્ડ રેડિયલ વેલોસિટી સ્પેક્ટ્રોગ્રાફ છે.’

આ પણ વાંચો-CPIએ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર; જાણો ભારતનું રેન્કિંગ

Related Posts

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર
  • April 30, 2025

India caste based census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જા આધારિત વસ્તી ગણતરી કરવા તૈયાર થઈ ગઈ છે. લાંબા સમયથી વિરોધ કરી રહેલા ભાજપાએ હવે વિપક્ષની માंગ સ્વીકારી છે. જાતિ આધારિત…

Continue reading
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
  • April 30, 2025

Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી…

Continue reading

One thought on “અમદાવાદના વૈજ્ઞાનિકોની મોટી શોધ; પૃથ્વી કરતાં અનેક ગણો મોટો એલિયન પ્લેનેટ શોધ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Haj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

  • April 30, 2025
  • 4 views
Haj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

  • April 30, 2025
  • 17 views
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

  • April 30, 2025
  • 23 views
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

  • April 30, 2025
  • 22 views
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 16 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 49 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ