
Ahmedabad: ગુજરાત પોલીસમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. વારંવાર અહેવાલો પ્રસિધ્ધ થતાં હોય છે કે પોલીસ નાણાં ઉઘરાવે છે. ત્યારે આ આક્ષેપને સાચા ઠારતી ઘટના અમદાવાદમાંથી પ્રકાશમાં આવી છે. અહીં સ્પા સંચાલકો પાસેથી હપ્તાની ઉઘરાણી કરનાર હેડ કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી સામે ACBએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બહાર આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સ્પા-સંચાલકો પાસેથી હપતા લઈ 1.3 કરોડની સંપત્તિનો કોન્સ્ટેબલ માલિક બન્યો હોવાની ACB અને સાયબર ક્રાઈમની તપાસમાં પર્દાફાશ થયો છે. અપ્રમાણસર મિલકત અને રોકાણ ખર્ચનું મૂલ્યાંકન રૂ. 1.3 કરોડ થાય છે, જેમાંથી રૂ. 31.6 લાખની મિલકત, રોકાણ વધુ છે.
તપાસમાં પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન, 26 લાખની FD અને અન્ય જમીન-ફ્લેટના પુરાવા મળ્યા બાદ હવે વિજય શ્રીમાળી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને 1988 ની કલમ 13(1)(E) તથા 13(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
Olympics History: ઓલિમ્પિકની કેવી રીતે શરુઆત થઈ?, 5 રિંગનું શું છે મહત્વ? જાણો
Ahmedabad: બોપલમાં ખોફનાક હિટ એન્ડ રનની ઘટના, રસ્તે જતાં 2 લોકોને કારે ઉડાવ્યા
Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO
PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!