Vadodara: રક્ષિત ચોરસિયા હજુ જેલમાં રહેશે, કોર્ટે જામીન ફગાવ્યા

Vadodara, Rakshit Chaurasia bail rejected: ચકચારી રક્ષિતકાંડ અકસ્માતમાં કોર્ટે જામીન ફગાવી દીધા છે. રક્ષિત ચોરસિયાએ વડોદરામાં બેફામ કાર હંકારી 1 મહિલાનો જીવ લીધો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે.

વડોદરાના કારેલીબાગ ખાતે રક્ષિતે નશામાં બેફામ કાર હંકારી 7 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું. FSLમાં રક્ષિત ચોરસિયા ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો હતો. હાલ રક્ષિત જેલમાં બંધ છે. રક્ષિત ચોરસિયાએ હિટ એન્ડ રન કેસમાં જામીન અરજી કરી હતી. ત્યારે આજે તેની જામીન અરજી પર વડોદરા સેશન કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આ માહિતી એક વકીલ દ્વારા આપવામાં આવી છે.

નોંધનીય છે કે રક્ષિત ચોરસિયાની ગાંજાનો નશો કરવા મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ હતી. બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો હતો. ગાંજાનો નશો કરવા મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો હતો.

ગત હોળીના તહેવાર(14 માર્ચ, 2025)ની મોડી રાત્રે કારેલીબાગ  મુક્તાનંદ ત્રણ રસ્તાથી ચંદ્રાવલી ચાર રસ્તા વચ્ચે પૂરઝડપે કાર ચલાવીને આવતા એલ.એલ.બી.ના વિદ્યાર્થી રક્ષિત રવિશભાઇ ચોરસિયા (ઉં.વ. 23 રહે. ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, મૂળ રહે. ઇમ્લો કોલોની, તાજ હોટલની બાજુમાં નંદેશર, વારાણસી) એ 3 ટુ વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય 7 લોકોને ઇજા  પહોંચી હતી.

આ કેસમાં રક્ષિત અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ તથા સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કેનાબીસના સક્રિય ઘટક ટી.એચ.સી. ( ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ) તથા કોડેઇનનો નશો કર્યો હોવાની જાણ થઈ હતી. બાદમાં વારસિયા પોલીસે આરોપી સુરેશ ભરવાડ (રહે.  પારસ સોસાયટી, વારસિયા)ની ધરપકડ કરી હતી.

જો રક્ષિતના મિત્રોને અત્યાર સુધી જામીન મળ્યા કે નથી મળ્યા તેની માહિતી સામે આવી નથી.

 

આ પણ વાંચોઃ

Olympics History: ઓલિમ્પિકની કેવી રીતે શરુઆત થઈ?, 5 રિંગનું શું છે મહત્વ? જાણો

Ahmedabad: બોપલમાં ખોફનાક હિટ એન્ડ રનની ઘટના, રસ્તે જતાં 2 લોકોને કારે ઉડાવ્યા

Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO

Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!

PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

 

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 3 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 4 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 7 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 8 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 10 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 9 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી