
Ahmedabad: અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં એક દર્દનાક દુર્ઘટના બની છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બોટ ઊંધી વળતાં ત્રણ યુવકોનાં જીવ ગયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.
તળાવમાં AMCની બોટ ઊંધી વળી
મળતી માહિતી મુજબ પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે નામના યુવકો AMCની બોટમાં તળાવમાં ગયા હતા. આ દરમિયાન અચાનક બોટ પલટી જતાં ત્રણેય યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી, અને ઘણી જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. એક યુવકને બચાવવામાં સફળતા મળી, પરંતુ ત્રણ યુવકોનો જીવ ન બચાવી શકાયો.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલ
આ ઘટનાએ AMCની બોટની સુરક્ષા વ્યવસ્થા અને તળાવની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બોટમાં પૂરતી સલામતીની સગવડો હતી કે નહીં, તે અંગે તપાસની માગ ઉઠી છે. પોલીસે ગુનો નોંધીને ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.
પરિવારોમાં શોકનો માહોલ
મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ યુવકોના પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો:
Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી
Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો