
Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે કાર અને આઇસર ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત થયો હતો. કાર પાછળથી આવી આઈશર ટ્રકમા ઘૂસી જતાં કારમાં સવાર દંપતિના ઘટના સ્થળે જ રામ રમી ગયા. જ્યારે ઈજાગ્રસ્ત બે બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
દંપતિ પોતાના બાળકો સાથે અમદાવાદ આવી રહ્યું હતુ
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના શાહીબાગમાં રહેતા 36 વર્ષીય ગણપતલાલ જૈન, પત્ની ઉષાબેન અને તેમના બે બાળકો ગત મોડી રાત્રે(9 ફેબ્રુઆરી) કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પુરપાટ ઝડપે જતી કાર આગળ જતી આશઈશર ટ્રક સાથે ભટકાઈ હતી.
ધડાકભેર થયેલા અકસ્માતમાં કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કર્યવાહી હાથ ધરી છે. બે બાળકોમાં 8 વર્ષની બાળકી, જ્યારે એક 5 વર્ષનો બાળકનો સમાવેશ થાય છે.
મૃતક સ્ક્રેપનો ધંધો કરતાં હોવાનું સામે આવ્યું છે. જેમની અંતિમયાત્રા આજે સાંજે મૃતકના ઘરેથી શાહપુરના શાંતિવન સ્મશાનગૃહ સુધી નીકળશે.
આ પણ વાંચો: Earthquake Kutch: રાપરમાં અનુભવાયો ભૂકંપ, કેન્દ્ર બિંદુ અહીં નોંધાયું!
અમદાવાદમાં તથ્યકાંડવાળી થતાં રહી ગઈ?
આજે સવારે બીજો ભયંકર અકસ્માત અમદાવાદમાં થયો છે. મેમનગર વિસ્તારમાં એક યુવકે પોતાની કાર બેફામ સ્પીડે હંકારી 6 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. અડફેટે લેતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો છે. કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે મેમનગર વિસ્તારના સોલા ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકે બેફામ કાર હંકારી ચાલક ચિંતન પરીખે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે. (GJ 01 WA 5408)નંબરની અર્ટિંગાએ પાર્ક કરેલા 6 થી વધુ વાહનોને અડફેટે લીધા છે. સાથે જ 2 રાહદારીઓને પણ ટક્કર મારી છે. કાર ચાલક ચિંતન પરીખે અકસ્માત સર્જ્યા બાદ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ ઝડપી બી ડિવિઝન પોલીસને સોંપતાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Nadiad: દારુ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત, શું દારુ ઝેરી હતો?