Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

Ahmedabad:અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે જે ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ તેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો ત્યારે ઘણા લોકો સવાલ ઉઠાવતા હતા કે, આ વીડિયો કેવી રીતે બનાવવામાં આવ્યો, કોણે બનાવ્યો અને તેને અકસ્માત વિશે અગાઉથી માહિતી હતી કે કેમ તે અંગે ઘણી અટકળો અને કાવતરાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે આ વીડિયો બનાવનાર વ્યક્તિ મળી ગયો છે. લલ્લનટોપે તેને શોધી કાઢ્યો હતો અને તેની સાથે વાતચીત કરી હતી જેમાં ઘણા મોટા ખુલાસા થયા છે.

અકસ્માતનો લાઈવ વીડિયો કેવી બન્યો ?

જાણવા મળ્યું છે કે, આ અકસ્માતને લગતો પહેલો વીડિયો જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું તે અમદાવાદના સરસ્વતી નગરમાં રહેતા 12 મા ધોરણના આર્યન નામના વિદ્યાર્થીએ બનાવ્યો હતો. 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે, આર્યન તેના ઘરની છત પર ઊભો હતો અને એર ઇન્ડિયાના વિમાનનો વીડિયો બનાવી રહ્યો હતો, તેના મતે તે દિવસે વિમાન ખૂબ જ નીચે ઉડી રહ્યું હતું. આર્યને પહેલાં ક્યારેય વિમાનને આટલી નજીકથી જોયું ન હતું અને તે ગામના તેના મિત્રોને બતાવવા માટે તેનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. તેને લાગ્યું કે વિમાન ઉતરી રહ્યું છે, કારણ કે સરદાર વલ્લભ ભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીકમાં છે.

હવે ક્યારેય વિમાનમાં નહીં બેસું :  આર્યન

અચાનક, આર્યનના કેમેરામાં કેદ થયેલું વિમાન પડવા લાગ્યું અને પછી એક વિશાળ અગનગોળા સાથે વિસ્ફોટ થયો. આર્યનની પાછળથી એક અવાજ આવતા તે આશ્ચર્યચકિત થઈને કહેતો સંભળાય છે, “આટલું નીચે કેવી રીતે આવી ગયું?” આ ઘટનાથી આર્યન ડરી ગયો, અને હવે તે વિમાનમાં બેસવામાં પણ ખચકાટ અનુભવે છે.તેને લલ્લનટોપને કહ્યું કે, હવે તે ક્યારેય વિમાનમાં નહીં બેસે.

આર્યનના ફોન પરથી શું જાણવા મળ્યું ?  

આર્યનના ફોન પરથી મળેલી માહિતી મુજબ, આ વીડિયો 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યાનો છે, જે વિમાન દુર્ઘટનાનો ચોક્કસ સમય પણ છે. આ પછી, આર્યને કેટલાક વધુ વીડિયો બનાવ્યા, જેમાં ઘટનાસ્થળેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો.

આર્યનની બહેને શું કહ્યું ?  

આર્યનની બહેન કૈલાશ ભીખાજી ઠાકુરે જણાવ્યું હતું કે આર્યને પહેલી વાર વિમાનને આટલા નીચાણથી જોયું હતું, તેથી તે ઘરે જઈને તેના મિત્રોને બતાવવા માટે એક વીડિયો બનાવી રહ્યો હતો. તેણે કહ્યું કે વિમાન પહેલેથી જ ધ્રુજી રહ્યું હતું. બીજા પાડોશી શુભમ ગુપ્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં જ તે તરત જ છત પર ચઢી ગયો અને કાળો ધુમાડો જોયો. આર્યને તેને પણ વીડિયો બતાવ્યો હતો, પરંતુ તેણે તેને જાહેર ન કરવાની સલાહ આપી હતી.

યુવક ક્યાનો છે અને કેટલા સમયથી અમદવાદમાં રહે છે ?  

આર્યનના સ્વજને જણાવ્યું કે તે ગઈ કાલે 12 વાગે જ અહીં આવ્યો હતો. તે અરવલ્લીના શામળાજીના રહેવાસી છે. અહીં તે ભાડાના મકાનમાં રહે છે. આ ઘટના બાદ તે ખુબ ગભરાયેલો જોવા મળી રહ્યો છે.

 વીડીયો ઉતારનાર યુવકની અટકાયત 

જો કે હવે જાણવા મળી રહ્યુ્ં છે કે, આ વીડિયો બનાવનાર આર્યનની અટકાયત કરવામા આવી છે. પોલીસ તેના ઘરેથી તેની અટકાયત કરીને લઈને ગઈ છે જો કે આ મામલે પોલીસે કોઈ માહિતી આપી નથી.

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 1 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 3 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 19 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ