
Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો છે. કારણ કે ગ્રાહક મહિલાએ રુ. 4,395 એડવાન્સ આપ્યા હોવા છતાં બ્લાઉઝ સીવી આપવામાં મોડું કર્યું હતુ.
મળતી જાણકારી અનુસાર અમદાવાદના નવરંગપુરાની મહિલાએ સી.જી. રોડ પર આવેલી સોનીઝ ધી ડિઝાઈનર શોપમાં બ્લાઉસ સીવવા મૂક્યો હતો. મહિલાએ ટેલર હરેશભાઈને 24 ડિસેમ્બર પહેલા બ્લાઉઝ તૈયાર કરીને આપવા કહ્યું હતુ. સાથે જ 4,395 રુપિયા એડવાન્સમાં આપી દીધા હતા. આ બ્લાઉઝ ટ્રેડિશનલ સાડી માટે સીવવાનો હતો. જે બાદ 14 ડિસેમ્બર 2024ના રોજ મહિલા ગ્રાહક લેવા ગઈ હતી. દરજીએ બ્લાઉઝ સીવ્યો ન હતો. જેથી નારાજ મહિલા ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી.
ગ્રાહક તકરાર નિવારણ પંચે ધ્યાને લીધું હતુ કે દરજીની બ્લાઉઝ સીવી ન આપવાની વૃત્તિ ખામી દર્શાવે છે. ફરિયાદીને માનસિક તકલીફ થઈ છે. તેથી કમિશને દરજી હરીશભાઇને મહિલાએ ચૂકવેલી રકમ 4,395 રૂપિયા 7 ટકા વાર્ષિક વ્યાજ સહિત પરત આપવાનો અને માનસિક હેરાનગતિ તથા કેસના ખર્ચ માટે વધારાના વળતર પેટે 7 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર દરજીને 45 દિવસમાં ચૂકવી દેવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો:
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર







