
AI Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની મુલાકાતે છે. મંગળવારે પેરિસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. PM મોદી અને વાન્સની આ મુલાકાત AI એક્શન સમિટ દરમિયાન થઈ હતી. મોદીએ વાન્સ અને તેમના પરિવાર સાથેની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક પોસ્ટ શેર કરતા મોદીએ લખ્યું છે કે આ મુલાકાત દરમિયાન વાન્સ અને તેમના પરિવાર સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.
વાન્સના પુત્રના જન્મદિવસમાં પણ હાજરી આપી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM મોદી વાન્સ અને તેમના પરિવારને મળ્યા હતા અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના પુત્ર વિવેકના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદીએ વિવેકને તેમના જન્મદિવસ પર એક ખાસ ભેટ પણ આપી છે. જેથી જેડી વાન્સની પત્નીએ ભેટ માટે પીએમ આભાર માન્યો છે.
પીએમ મોદી ફ્રાન્સના પ્રવાસે છે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સના પ્રવાસે છે. અહીં AI સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ સમિટમાં હાજરી આપવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ પહોંચ્યા છે. ફ્રાન્સ પછી, પીએમ મોદી હવે અમેરિકાની મુલાકાત લેશે. જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.
આ પણ વાંચોઃ Weather: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ!, સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન? જુઓ અંબાલાલે શું કહ્યું?