1400 લોકોના મોત પાછળ શેખ હસીના જવાબદાર : સંયુક્ત રાષ્ટ્ર

  • World
  • February 12, 2025
  • 0 Comments
  • 1400 લોકોના મોત પાછળ શેખ હસીના જવાબદાર : સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ બાંગ્લાદેશમાં થયેલી હિંસા-પ્રદર્શન મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રએ હિંસા મુદ્દે શેખ હસીનાને જવાબદાર ઠેરવ્યા છે. આ દરમિયાન UNએ કહ્યું છે કે, ‘બાંગ્લાદેશની પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે ગત વર્ષે દેખાવકારો પર આયોજનબદ્ધ હુમલા અને હત્યા કરાવી હતી, જે માનવતા વિરુદ્ધનો ગુનો હોઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રએ તપાસ કરેલો રિપોર્ટ માનવાધિકાર કાર્યાલયમાં સોંપેલો છે, જેમાં કહેવાયું છે કે, વડાપ્રધાન શેખ હસીનાની સરકારે દેખાવો પર દમન કર્યું છે. આ દરમિયાન ખોટી રીતે અનેક હત્યાઓ થઈ છે.

હત્યાઓ પાછળ શેખ હસીનાની સરકાર, તેમની પાર્ટી, સુરક્ષા-ગુપ્તચર એજન્સીનો હાથ

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે બાંગ્લાદેશમાં પહેલી જુલાઈથી 15 ઓગસ્ટ-2024 વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે, પૂર્વ સરકાર દ્વારા હત્યા, ત્રાસ, કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે, જેમાં શેખ હસીનાની સરકાર, તેમની આવામી લીગ પાર્ટીના હિંસક તત્વો અને બાંગ્લદેશી સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો.

આ પણ વાંચો- બનાસકાંઠા: દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત; બે આશાસ્પદ પિતરાઇ ભાઇઓના મોત

1400 લોકોના મોત

યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ દેખાવો થયા હતા. ત્યારબાદ શેખ હસીનાના રાજીનામાની માંગ થઈ હતી. રિપોર્ટમાં અંદાજો લગાવાયો છે કે, લગભગ 1400 લોકોના મોત અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સુરક્ષા દળોની ફાયરિંગના કારણે મોટોભાગના લોકોના મોત થયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. મૃતકોમાં 12થી 13 ટકા બાળકો હતા.

મહિલાઓ અને બાળકો પર હિંસા-અત્યાચાર

રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે, સુરક્ષા દળોએ શેખ હસીના સરકારનું સમર્થન કર્યું હતું અને દેખાવોને દબાવવા માટે હિંસક રસ્તો અપનાવ્યો હતો, જેમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસા અને બાળકો પર અત્યાચાર સામેલ છે. પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ બાળકોને માર માર્યો અને તેમની અમાનવીય પરિસ્થિતિમાં ધરપકડ કરી ત્રાસ ગુજાર્યો હતો.

હજારો વ્યક્તિઓની હત્યા, ધરપકડ અને યાતનાઓ

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર ટર્કે કહ્યું કે, ‘જન વિરોધનો સામનો કરી રહેલી પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે સુઆયોજિત અને સંકલિત ષડયંત્ર કરી બર્બરતા અપનાવી હિંસાત્મક વલણ અપનાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન રાજકીય નેતૃત્વ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની જાણમાં હજારો વ્યક્તિઓની હત્યા, ધરપકડ અને યાતનાઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- UPની વસ્તી કરતાં ડબલ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી; CM યોગીએ આપી જાણકારી

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 3 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત