
AICC: ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી હવે તેના સંગઠનને મજબૂત બનાવવા ધમપછાડા કરી રહી છે. AICC દેશભરના લગભગ 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને બોલાવી ત્રણ દિવસની બેઠકનું આયોજન કરી રહી છે. આ બેઠક 27-28 માર્ચ અને 3 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે.
આ નિર્ણય AICC(All India Congress Committee)ના મહાસચિવો અને પ્રભારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કેટલાક નેતાઓના અનૌપચારિક જૂથ દ્વારા તૈયાર કરાયેલ સંગઠનાત્મક મજબૂતીકરણની રૂપરેખા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે
આ બેઠક 16 વર્ષ પછી યોજાઈ રહી છે, જેને કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે, જ્યાં 2027 માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. બેઠકમાં ઉમેદવારોની પસંદગી અને સંગઠનને મજબૂત બનાવવામાં ડીસીસી પ્રમુખોને મહત્વપૂર્ણ ભૂમિકા આપવા પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચોઃ UP News: હત્યારા પ્રેમી યુગલને કોર્ટ પરિસરમાં વકીલોએ માર માર્યો, પતિની હત્યાનો કોઈ પશ્ચાતપ નહીં, જુઓ VIDEO
આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાલમાં ગુંડાગીરી સામે આવ્યા બાદ બૂલડોઝર કાર્યવાહી
આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી
આ પણ વાંચો: Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો







