BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • India
  • October 27, 2025
  • 0 Comments

BJP politics: ભાજપ મતચોરી કરીને સત્તામાં આવ્યુ છે અને તેની શરૂઆત 2014માં ગુજરાતમાંથી શરૂ થઈ જે હવે રાષ્ટ્રીય સ્તરે વિસ્તરી છે અને હજુપણ 50 વર્ષ એવું જ ચાલશે તેમ કહી અમિત શાહના નિવેદનને જોડી રાહુલ ગાંધીએ ભાજપ સામે મતદાનમાં ગરબડ કરવા અંગેના સવાલો ઉઠાવ્યા હતા.

બિહારના મધુબનીમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરી તેના પર ચૂંટણી દરમ્યાન વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું, “થોડા વર્ષો પહેલા, અમિત શાહે એક નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર આગામી 40-50 વર્ષ સુધી સત્તામાં રહેશે ત્યારે હું વિચારી રહ્યો હતો કે તેઓ આવું કોન્ફ્યુડેન્ટલી કેવી રીતે કહી શકે? તેમને કેવી રીતે ખબર પડી?કે આગામી વર્ષોમાં પણ તેઓજ રહેશે જે અત્યારસુધી થતું આવ્યું છે.

આપણે બધા રાજકારણીઓ છીએ, અને ફક્ત જનતા જ જાણે છે કે તેમના મનમાં શું છે. પરંતુ હવે સત્ય ખુલ્લું પડી ગયું છે તેઓ આવા નિવેદનો ફક્ત એટલા માટે આપી શકે છે કારણ કે તેઓ ‘મત ચોરી’માં સામેલ છે.”
કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દાયકાઓ સુધી સત્તામાં રહેવાનો ભાજપનો દાવો “મત ચોરી” સાથે જોડાયેલો છે.તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરી હતી કે તેમની પાર્ટી 40-50 વર્ષ સુધી શાસન કરશે તે વાત “સત્ય”ને ઉજાગર કરે છે કે વોટ ચોરી કરી સત્તા મેળવી છે.

ગાંધીએ કહ્યું, “અમિત શાહે ઘણી વાર કહ્યું છે કે ભાજપ સરકાર 40-50 વર્ષ સુધી ચાલશે.તેથી, મને એ વિચારવાની ફરજ પડી કે તેમને કેવી રીતે ખબર પડી કે તેઓ 40-50 વર્ષ સુધી સત્તામાં રહેશે? આ એક વિચિત્ર નિવેદન હતું.”

તેમણે આરોપ લગાવ્યો, “આજે દેશ સમક્ષ સત્ય ખુલી ગયું છે કે તેઓ (ભાજપ) ‘મત ચોરી’માં વ્યસ્ત છે.પહેલા 2014માં મતચોરીની શરૂઆત ગુજરાતમાંથી શરૂ થઈ પછી તે રાષ્ટ્રીય લેવલે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ.”

કોંગ્રેસના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ફક્ત પુરાવાના આધારે નિવેદનો આપે છે, “હું જૂઠું બોલતો નથી, હું ફક્ત ત્યારે જ વાત કહું છું જ્યારે મારી સામે તથ્યો હોય.”
આમ,હવે રાહુલ ગાંધીએ ભાજપના ‘મતચોરી’ પ્રકરણને અમિત શાહના નિવેદન સાથે જોડી તેને મુદ્દો બનાવી પ્રચારમાં લાગી ગયા છે.

આ પણ વાંચો:

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

 Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!