Ajab Gjab: આ નહીં વાંચો તો જોનાથન તમારી ઉપર કેસ કરશે! અમેરિકાના આ માણસે 4000 લોકો સામે કેસ કર્યા

Ajab Gjab:અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ જુદાઈ યાદ છે! તો એમાં પરેશ રાવલનું પાત્ર પણ યાદ જ હશે. એ બોલવાને બદલે પ્રશ્નો જ કર્યા કરે છે. આખી ફિલ્મમાં જે મળે એને પ્રશ્નો કરીકરીને ત્રસ્ત કરી મૂકે છે. એ તો ફિલ્મનું પાત્ર છે પણ અમેરિકામાં સાચ્ચે જ એવો એક માણસ છે જે પ્રશ્નો નથી પૂછતો પણ લોકો સામે કેસ ઠોકી દે છે. જોનાથન લી નામના આ માણસે 4000 લોકો સામે કેસ કર્યા છે અને વળતર પેટે લાખો ડૉલર મેળવે છે. આ માણસે કેસ કરવામાં પોતાની માતા અને પત્નીને પણ બાકાત નથી રાખી. અરે, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુક સામે પણ દાવો ઠોક્યો છે અને પોતાની વિરુદ્ધ ચુકાદો આપનારા જજ સામે પણ કેસ કર્યો છે.

48 વર્ષના જોનાથનને સૌથી વિવાદાસ્પદ માણસ તરીકે ઓળખાવાય છે. લોકો સામે કેસ કરવા અને વળતરમાં કરોડો કમાવાનો એનો વ્યવસાય થઈ ગયો છે. જોનાથન લીએ એક વાર પોતાની માતા પર જ કેસ કર્યો હતો. જોનાથને કોર્ટમાં કહ્યું કે માતાએ તેનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. અદાલતે પણ દલીલો સાંભળીને જોનાથનના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેની માતાને 20 હજાર ડૉલરનું વળતર ચૂકવવું પડ્યું હતું. ચિત્રવિચિત્ર કારણોસર જોનાથન લીએ પત્ની, સગાંસંબંધીઓ, પડોશીઓ, પોલીસ અને મિત્રો સામે કેસ કર્યા છે. મોટી મોટી કંપનીઓ સામે પણ કેસ કરીને જંગી વળતર વસૂલ્યું છે. આ બધા જ કેસ સાંભળી આશ્ચર્ય થાય પણ એનાથી ય વધુ અચરજ થાય એવી વાત એ છે કે જોનાથને કેટલાક ન્યાયાધીશો સામે પણ કેસ કર્યા છે. જે જજ તેની વિરુદ્ધ કેસ કરે એની સામે જોનાથન કેસ કરતો હતો અને વળતરમાં લાખો ડૉલર મેળવ્યા છે.

આ માણસે એટલાબધા અંદાજે ચારેક હજાર જેટલા લોકો સામે કેસ કર્યા છે. અને એટલે વિશ્વમાં સૌથી વધુ કેસ કરનારો માણસ બની ગયો છે. નોખા પ્રકારના આ વિક્રમની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે લીધી તો જોનાથનથી એ પણ સહન ન થયું અને ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ આવ્યું છે એવી વાત મળતાં જ પૂછ્યા વિના મારા અંગત જીવન વિશે માહિતી જાહેર કેમ કરી, એવું કારણ આપીને કેસ કરી નાખ્યો.

લોકો સામે ચિત્રવિચિત્ર કારણોસર કેસ ઠોકી દેનારો જોનાથન ધીમેધીમે પ્રસિદ્ધ થવા લાગ્યો છે અને સોશિયલ મિડીયામાં વાઇરલ પણ થયો છે. એટલે એક ટીવી શૉમાં ઇન્ટરવ્યુ માટેનું જોનાથનને આમંત્રણ મળ્યું. એ ગયો ત્યારે હોસ્ટે એનો પ્રશ્ન પૂછ્યો, તમે આટલા બધા કેસ કરીને આટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાયા છો પણ તમારી સાથે કોઈ રહેવા માગતું નથી. એવું શું કામ? હોસ્ટે સવાલ પૂરો કર્યો કે તરત જ જોનાથન અધવચ્ચેથી ટીવી શૉ પડતો મૂકીને નીકળી ગયો અને મને લાઇવ શૉમાં બોલાવીને મારી આબરૂના ધજાગરા ઉડાડો છો, એવું કહીને કેસ કરી નાખ્યો.

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
  • Related Posts

    Ajab Gajab: કુદરતનો કેવો ખેલ?, બાળકી જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગઈ!, સ્ટોરી જાણી ચોકી જશો!
    • November 11, 2025

    Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી  સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…

    Continue reading
    Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
    • October 16, 2025

    Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    • September 20, 2026
    • 3 views
    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    • September 20, 2026
    • 4 views
    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    • September 20, 2026
    • 6 views
    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 5 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 7 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી