
Rajkot crypto scam:રાજકોટમા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત પાંચ શખ્સોએ શેર બજાર અને ક્રિપ્ટોમાં રોકાણ કરવાના નામે રૂ.4 કરોડથી વધુની છેકરપિંડી કરી હોવા અંગે વેપારી મહેશ હિરપરાએ મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજકોટ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા રાજકારણ ગરમાયુ છે.
પોલીસ કમિશનરને કરેલી અરજીમાં મહેશ હિરપરાએ જણાવ્યું છે કે, મુંબઈમાં રહેતા હરિ ભગત તેમના સગા થાય છે. માર્ચ મહિનામાં હરિ પટેલે તેમને વિદેશમાં રોકાણ કરવાની સ્કીમ વિશે વાત કરી હતી.આ વિશ્વાસના આધારે તેમણે પેમેન્ટ કર્યું હતું, જેમાં દર્પણ બારસિયાને મધ્યસ્થી રાખીને વ્યવહાર કરવામાં આવ્યો હતો.
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે કુલ 4 કરોડ 28 લાખ 46 હજારનું રોકાણ કર્યું હતું. જ્યારે તેમણે રોકાણના પૈસા પરત માંગ્યા, ત્યારે સામેવાળા પક્ષે વારંવાર બહાના કાઢીને સરખો જવાબ આપતા ન હતા અને જ્યારે તેઓ આ બાબતે વાત કરવા દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા પાસે ગયા ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરીને મારપીટ કરવામાં આવી હતી. દર્પણ બારસિયાએ કથિત રીતે ધમકી આપી હતી કે તેમની પાસે પૈસા નથી અને અલ્પેશ ઢોલરિયા તેમની પડખે છે, ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અલ્પેશ ઢોલરિયા સાથે મિટિંગ થઈ હતી.
મહેશ હિરપરાનો આરોપ છે કે આ મિટિંગ દરમિયાન અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે, “અમુક રકમ પાર્ટી ફંડમાં અપાઈ ગઈ છે, તેથી પૂરેપૂરું પેમેન્ટ તો પાછું નહીં મળે” તેઓએ ભાજપના નામે ધમકી આપી હોવાનો પણ સનખેજ આક્ષેપ કર્યો છે.જોકે, અલ્પેશ ઢોલરિયાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને પોતાનો બચાવ કરતા જણાવ્યું કે મારા ગુરૂએ તેમને મળવાનું કહ્યું હતું એટલે હું મળ્યો હતો,બે મહિના પહેલા મીટિંગ થઈ હતી ત્યારે કોઈ ઉકેલ આવ્યો નહોતો.ત્યાર બાદ શું થયું તેની મને કોઈપણ પ્રકારની ખબર નથી.
તેઓ પોતે લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે પણ તૈયાર હોવાની વાત કરી મહેશ હિરપરા સામે માન હાનીનો દાવો પણ કરનાર હોવાનું જણાવ્યું હતું.
ઢોલરિયાએ કહ્યું જો, આમાં મારી કોઈ સંડોવણી ખુલે તો હું ભાજપના હોદ્દેદાર પદથી રાજીનામુ આપી દેશે તેઓ માત્ર પદ પરથી રાજીનામું જ નહીં પણ રાજકોટ જિલ્લામાં પ્રવેશ પણ નહીં કરે.
તેમણે આ મેટરને પોતાને બદનામ કરવાનું એક પૂર્વયોજિત કાવતરું ગણાવ્યું છે ત્યારે હવે પોલીસ તપાસમાં શુ ખુલે છે તે સામે સૌની મીટ મંડાઈ છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે








