Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

Alpesh Kathiria, Ganesh Jadeja Controversy in Gondal: ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ તાજેતરમાં તીવ્ર બન્યો છે, જેનું મૂળ રાજકીય પ્રભુત્વ, જાતિગત સમીકરણો અને વ્યક્તિગત દુશ્મનીમાં રહેલું છે. 27 એપ્રિલ 2025ના રોજ, ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો થયો હતો. ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ગોંડલમાં ઉગ્ર માહોલ સર્જાયો હતો. કથીરિયાની સાથે જીગીષા પટેલ પણ ગોંડલ પહોંચ્યા હતા. જ્યા તેમણે વિરોધીને હાર પહેરાવી વિરોધ કર્યો હતો. આ ઘટના ગોંડલમાં કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેના લાંબા સમયથી ચાલતા તણાવનું પરિણામ છે, જે રાજકીય અને સામાજિક પરિબળો સાથે જોડાયેલું છે.

તાજેતરમાં સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા.જે બાદ ગોંડલના સુલતાનપુર ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા જનાક્રોશ સભાનું આયોજન કરાયું હતુ. આ સભામાં અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા અને તેમના પર આકરા પ્રહારો કરાયા હતા. આ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યુ હતુ કે, ‘તારા પર 14-14 પાટીદાર દીકરાના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધોઈ લો પછી ગોંડલ આવજો’ મા નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં”. આ ચેલેન્જ બાદ અલ્પેશ કથીરિયા ગઈકાલે ગોંડલ પહોંચ્યા હતા. જ્યા ક્ષત્રિયો, રાજપૂતો અને પાટીદાર સમાજ વચ્ચે રસ્સાકસીની સ્થિતિ સર્જાઈ હતી. તો આ સમાજો વચ્ચે સંઘર્ષણ ઘણા સમયથી ચાલે છે.

રાજપૂતો રાજકીય રીતે ગોંડલમાં મજબૂત કેમ?

કારણ કે વર્ષોથી ગોંડલમાં રાજપૂતોનું રાજ રહ્યું છે. તેમની પાસે જમીન હતી. જોકે પાટીદારો પાસે જમીન ન હતી. જે તેમના ખેતરોમાં કામ કરતાં હતા. ગોંડલમાં રાજપૂત સમાજ, ખાસ કરીને જાડેજા પરિવાર, રાજકીય રીતે પ્રભાવશાળી રહ્યો છે. હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તેમના પતિ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જમીનની માલિકીએ રાજપૂતોને આર્થિક અને સામાજિક શક્તિ આપી, જેના કારણે તેઓ રાજકીય રીતે પણ મજબૂત રહ્યા. આની સામે, પાટીદાર સમાજ, જે ગુજરાતના અન્ય ભાગોમાં રાજકીય રીતે પ્રભાવશાળી છે, ગોંડલમાં રાજકીય શક્તિ મેળવવામાં પાછળ રહ્યો, જેનું એક કારણ ઐતિહાસિક રીતે જમીનની માલિકીનો અભાવ છે.

કથીરિયા અને અલ્પેશના ઝઘડાનું મૂળ?

જમીનની માલિકીની અસમાનતાએ ગોંડલમાં સામાજિક તણાવ પણ વધાર્યો છે. તાજેતરના વર્ષોમાં ગોંડલમાં પાટીદાર નેતા કથીરિયા અને ગણેશ જાડેજા (રાજપૂત નેતા) વચ્ચેનો વિવાદ આ સામાજિક તણાવનું એક ઉદાહરણ છે. પાટીદાર સમાજ ગોંડલમાં રાજપૂતોના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેનું મૂળ ઐતિહાસિક રીતે જમીનની માલિકી અને આર્થિક શક્તિની અસમાનતામાં છે. 27 એપ્રિલ 2025ના રોજ કથીરિયાના સમર્થકો પર થયેલો હુમલો આ તણાવનું પરિણામ છે, જે દર્શાવે છે કે જાતિગત અને આર્થિક અસમાનતાની અસર આજે પણ ગોંડલમાં જોવા મળે છે.

તો રાજપૂતો અને પાટીદારોના સંઘર્ષનો ઈતિહાસ અને આ વિવાદનું કારણ આ વીડિયોમાં જાણો…

આ પણ વાંચોઃ

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર

Related Posts

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty
  • April 27, 2025

 Indus Water Treaty-Shimla Agreement: પાકિસ્તાનના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા બાદ દુનિયાભરમાં આતંકવાદની ચર્ચા થઈ રહી છે. પહેલગામમાં થયેલા હુમલામા 26 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણા રિપોર્ટ્સ એવા…

Continue reading
Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?
  • April 27, 2025

Telangana:  લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને…

Continue reading

You Missed

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 5 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 9 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 15 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

  • April 29, 2025
  • 34 views
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

  • April 29, 2025
  • 33 views
Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad: ચંડોળામાં દબાણો હટાવવાનું કામ ચાલુ રહેશે, કોર્ટે ડિમોલેશન અટકાવવાની અરજી ફગાવી

  • April 29, 2025
  • 44 views
Ahmedabad: ચંડોળામાં દબાણો હટાવવાનું કામ ચાલુ રહેશે, કોર્ટે ડિમોલેશન અટકાવવાની અરજી ફગાવી