
Ajab Gajab: એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે, તો તે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ભલે તે પ્રાણી હોય, જો આપણે તેની સાથે રહીએ છીએ અથવા આપણને તે પ્રાણી તરફથી દરરોજ પ્રેમ મળે છે અને આપણે તેના માટે કંઈક કરીએ છીએ, તો બદલામાં કંઈક સારું કરવાનો વિચાર આવે છે. લોકો ઘરે બિલાડી અને કૂતરા રાખે છે અને તેમના માટે ઘણું બધું કરે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાંથી પ્રકાશમાં આવી છે.
મહારાષ્ટ્રમાં આવેલા ધુળે જિલ્લાના બાલદે ગામનો આ કિસ્સો છે. અહીં રખડતા કૂતરાઓના હુમલાથી એક વાંદરો મૃત્યુ પામ્યો. જેથી વાંદરાના અંતિમ સંસ્કાર કર્યા પછી ગામલોકોએ પોતાના માથા મુંડાવીને શોક વ્યક્ત કર્યો. આ ઘટના 23 ઓગસ્ટના રોજ બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રખડતા કૂતરાઓના હુમલા બાદ ઘાયલ વાંદરો જંગલમાં ભટકતો રહ્યો અને સારવાર વિના મૃત્યુ પામ્યો. ગામના એક વ્યક્તિએ મૃત વાંદરાને જોયો અને આ સમાચાર ગામમાં ફેલાતાં જ ગામલોકોએ વાંદરાના અંતિમ સંસ્કાર કર્યા. એટલું જ નહીં, ગામલોકોએ વાંદરાના મૃત્યુ પર પાંચ દિવસનો શોક પાળ્યો.
27 ઓગસ્ટના રોજ ગામના હનુમાન મંદિર પરિસરમાં બેસણું રાખ્યું. તેની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી થઈ હતી. આ પાઠમાં લગભગ 3,000 ગ્રામજનોએ ભાગ લીધો હતો. ગામના પુરુષોએ વાંદરાના મૃત્યુ પર માથું મુંડન કરાવીને શોક વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ પણ સુતક કાળનું પાલન કરીને વાંદરાને શ્રદ્ધાંજલિ આપી હતી. મહારાષ્ટ્રના ધુળેના શિરપુર તાલુકાથી આઠ કિલોમીટર દૂર બલદે આવેલું છે. ગામમાં આ રીતે વાંદરાના પ્રત્યે શોક અને આદર વ્યક્ત કરવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:
Ajab Gajab: જીવતો ઝીંગો ખાવા જતાં યુવતીને બચકું ભરી લીધુ, પછી થયા આવા હાલ!
Aja gajab: અજબ પ્રેમની ગજબ કહાની! 23 વર્ષીય યુવાન અને 83 વર્ષીય ‘દાદી’ ની અનોખી લવ સ્ટોરી
ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Gujarat: રોજ 464 લોકોને કુતરા કરડે છે, લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર
Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!
Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?