
America : દક્ષિણ અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક લશ્કરી દારૂગોળાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થતા 19 લોકો ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામીણ વિસ્તારમાં આવેલી એક્યુરેટ એનર્જેટિક સિસ્ટમ્સ નામની કંપની કે જે અમેરિકી સૈન્ય માટે દારૂગોળો બનાવે છે ત્યાં સ્થાનિક સમય મુજબ સવારે આશરે 7:45 વાગ્યે થયેલો આ પ્રચંડ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે 24 કિલોમીટર દૂરના લોકોએ ભૂકંપ જેવી ધ્રુજારીનો અનુભવ કર્યો હતો.
કંપનીની વેબસાઇટ અનુસાર, નેશવિલથી લગભગ 97 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં બક્સનોર્ડ વિસ્તારની જંગલી ટેકરીઓ પર ફેલાયેલો આ પ્લાન્ટ વિસ્ફોટકો અને દારૂગોળાનું ઉત્પાદન કરે છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે પ્લાન્ટમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા અથવા વિસ્ફોટ સમયે કેટલા લોકો હાજર હતા.
યુએસ મીડિયા દ્વારા પ્રસારિત કરાયેલા ફૂટેજમાં ટેનેસીના હિકમેન કાઉન્ટીમાં ફેક્ટરીમાં સળગી રહેલો કાટમાળ જોવા મળ્યો હતો.
સવારે 7:45 વાગ્યે વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખી ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટનાને નિહાળનાર હમ્ફ્રીસ કાઉન્ટી શેરિફ ક્રિસ ડેવિસે મીડિયાને આ દ્રશ્ય વિશે કહ્યું, “કે બધું સમાપ્ત થઈ ગયું છે.” તેમણે અત્યાર સુધી જોયેલા સૌથી ભયાનક દ્રશ્યોમાંનું એક ગણાવ્યુ હતું.
ડેવિસે કહ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે પરંતુ તેમણે સંખ્યા આપવાનો ઇનકાર કર્યો.
તેમણે ૧૯ લોકો ગુમ થયાની વાત કરતા પત્રકારોને જણાવ્યું, “અમે આ સમયે માત્ર એટલી જ પુષ્ટિ કરી શકીએ છીએ કે અમે લાપતા ૧૯ લોકોને શોધી રહ્યા છીએ કે તેમના મૃત્યુ થયા છે. હું કોઈ સંખ્યા આપવા માંગતો નથી. હું તમને કહી શકું છું કે હાલમાં અમે ૧૯ લોકોને શોધી રહ્યા છીએ.”
આ પણ વાંચો:
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”








