Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • India
  • October 26, 2025
  • 0 Comments

Delhi :  દિલ્હીમાં છઠ પૂજા પહેલા, યમુના નદીની સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીઓ ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી લગાવવાના છે પણ ભાજપનું આ જુઠાણું મોદીની ડૂબકી પહેલાજ પકડાઈ ગયુ છે.પ્રદુષિત થઈ ચુકેલી યમુના નદી હવે શુદ્ધ થઈ ચૂકી છે અને આ નદીમાં ખુદ મોદીજી ડૂબકી લગાવવાના છે તેવી જાહેરાત કરી લોકોને ઉલ્લુ બનાવવાનો ભાજપના જુઠ્ઠાણાનો પરપોટો ફૂટી ગયો છે.

વાસુદેવ ઘાટ ઉપર જઈને મોહિત ચૌહાણે આખો વીડિયો બનાવી કઈ રીતે એક પાઇપલાઇન મારફતે ગંગાનું ફિલ્ટર કરેલું પાણી અહીં લાવીને પીવાના પાણીનું કૃત્રિમ તળાવ બનાવી તેમાં મોદીજી ડૂબકી લગાવવાના છે તે વાત ખુલ્લી પાડી દેતા ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.તેઓએ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે” દિલ્હીની ભાજપ સરકારે યમુના નદીની બાજુમાં સ્વચ્છ, ફિલ્ટર કરેલા પીવાના પાણીથી ભરેલું તળાવ બનાવ્યું છે, જેથી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન મોદી તેમાં ડૂબકી લગાવી શકે!”

હકીકતમાં યમુના નદી કિનારે વાસુદેવ ઘાટ બનાવવામાં આવ્યો છે જ્યાંથી ભાવિકો યમુનાના દર્શન કરી શકે પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં એક માટીની દીવાલ બનાવી વાસુદેવ ઘાટને યમુના નદીથી અલગ કરી દઈ ત્યાં એક નાનું સરોવર બનાવી દેવામાં આવ્યું છે અને આ પાણી એક ખાસ પાઇપ લાઈનની મદદથી ત્યાં લાવવામાં આવી રહ્યું છે આ પાણી ગંગા નદીનું છે જે સંપૂર્ણપણે ફિલ્ટર છે અને પીવા લાયક છે આ પાઇપલાઇન મારફતે સોનિયા વિહારથી શુદ્ધ પાણી અહીં ઠલવાઇ રહ્યું છે ત્યાં પાણીને ફિલ્ટર કરવાનો પ્લાન્ટ છે જ્યાંથી ગેરકાયદે પાઇપ કાપી તેમાં જોડાણ આપી ચોરી છુપે અહીં પાણી લાવવામાં આવ્યું છે.આમ,આ પાણી યમુનાનું નહિ પણ ગંગાનું છે અને કુત્રિમ તળાવ બનાવી દઈ બિહારના મતદારોને આકર્ષવા ભાજપે અહીં યમુનામાં ડૂબકીનો તાયફો કર્યો છે પણ આ ભાજપ સરકારની ચોરી છે.

મોદી યમુનામાં ડૂબકી નથી લગાવવાના પણ ગંગાના કુત્રિમ તળાવમાં ડૂબકી લગાવવાના છે તે વાત સામે આવી છે અને પછી ભલેને લોકો પ્રદુષિત યમુનામાં ડૂબકી લગાવે તેની ભાજપને ક્યાં પડી છે તેવા સવાલો ઉઠ્યા છે.અહીં લોકો આ કરામત જોઈ ન જાય તે માટે લીલા કલરના કપડાંની આડશ પણ કરી દેવાઈ છે પણ આખરે સત્ય સામે આવી ચૂક્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પ્રદૂષિત યમુના નદીને શુદ્ધ કરવા વર્ષોથી અગાઉની સરકારો નિષ્ફળ રહી છે પરંતુ ભાજપે ફેબ્રુઆરી વિધાનસભાની ચૂંટણીમાં આ વાતને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો.

વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે યમુનાને પુનર્જીવિત કરવાના પગલાં અંગે મુખ્યમંત્રી ગુપ્તા અને અધિકારીઓ સાથે ઘણી સમીક્ષા બેઠકો પણ યોજી હતી અને મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે “સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે આવનારા વર્ષોમાં યમુના દિલ્હીના રહેવાસીઓ માટે સ્વચ્છ અને જીવનદાયી રહે.” તેમણે ટ્વિટર (અગાઉ X) પર લખ્યું. મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, પ્રધાનમંત્રીને છઠની તૈયારીઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
યમુનાના બંને કિનારા પર શ્રદ્ધાળુઓ માટે ખાસ ઘાટ બનાવવામાં આવી રહ્યા છે. લાઇટિંગ, સ્વચ્છતા, પીવાના પાણી, સુરક્ષા, તબીબી સહાય અને મોબાઇલ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છઠ પૂજા બિહારના લોકોમાં લોકપ્રિય છે અને વડાપ્રધાન મોદી ડૂબકી લગાવી યમુનાની શુદ્ધિકરણ અંગેનું પ્રમાણપત્ર આપે તેવું આયોજન થાય તે પહેલાં વાસુદેવ ઘાટ ઉપર નકલી કુત્રિમ તળાવનો ભાંડો ફૂટી ગયો છે.

આ અગાઉ પણ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યમુના નદીના શુદ્ધિકરણ મુદ્દે એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. એક ચર્ચા દરમિયાન, ડૉ. અનિલ ગુપ્તાએ યમુનાનું પાણી પીધું હોવાનો ભાજપે દાવો કર્યો હતો કે તે પાણીની શુદ્ધતાનો પુરાવો છે.જોકે, AAPએ તેને બનાવટી ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે સફાઈ ફક્ત કેમેરા માટે કરવામાં આવી રહી છે. AAPનો દાવો છે કે યમુનામાં લંગરાયેલી બોટ પાછળ ફીણ દેખાય છે, જેને રાસાયણિક છંટકાવ દ્વારા છુપાવવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપનો દાવો છે કે તે ઓર્ગેનિક છે.આમ,કુત્રિમ તળાવે યમુના નદીના શુદ્ધિકરણના વટાણા વેરી નાખ્યા છે.

આ પણ વાંચો:

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

 Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે