
Share Market: ટ્રમ્પ જ્યારથી અમેરિકાની સત્તા પર આવ્યા ત્યારથી વિશ્વના દેશોમાં ઉથલપાથલ મચી છે. ડિપોર્ટેશન, ટેરિફ વોર સહિતના મદ્દે દુનિયાને ગોળ-ગોળ ફેરવી નાખી છે. ત્યારે હવે અમેરિકામાં મંદીનું નિવેદન આપતાં વિશ્વના માર્કેટ કડાકભૂસ થયા છે. જેની અસર ભારતીય શેર માર્કેટ પર થઈ છે. આજે એટલે કે 11 માર્ચે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. યુએસ શેરબજારમાં ભારે વેચવાલી અને એશિયન શેરબજારમાં ઘટાડા પછી, ભારતીય બજારો પણ નબળા ખુલ્યા છે. સેન્સેક્સ (BSE સેન્સેક્સ) અને નિફ્ટી બંને ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 400 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 22,300 ના નીચલા સ્તરે કારોબાર કરી રહ્યો છે.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 350 પોઈન્ટની નબળાઈ સાથે 73,74.88 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 22,350 ની નીચી સપાટીએ ખૂલ્યો. સવારે 9:16 વાગ્યે, સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટીને 73,692.85 પર ટ્રેડ કરી રહ્યો હતો, અને નિફ્ટી 142 પોઈન્ટ ઘટીને 22,317.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સ ખરાબ સ્થિતિમાં
શરૂઆતના કારોબારમાં, આઇટી, મીડિયા અને ખાનગી બેંક ક્ષેત્રોમાં મહત્તમ વેચવાલી જોવા મળી હતી. જોકે, ઓઇલ અને ગેસ અને રિયલ્ટી સેક્ટર સિવાય, અન્ય તમામ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આ શેરમાં ઘટાડો
સેન્સેક્સમાં ટોચના ઘટાડાવાળા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ, ઝોમેટો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમ એન્ડ એમ), ટાટા મોટર્સ, ટીસીએસ, પાવરગ્રીડ, એનટીપીસી અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, ICICI બેંક, મારુતિ સુઝુકી, સન ફાર્મા, ITC, અદાણી પોર્ટ્સ અને ટાઇટન ઉપરના સ્થરે કારોબાર કરી રહ્યા હતા.
ટ્રમ્પે અમેરિકાના શેર માર્કેટમાં મંદી અંગે આપ્યુ નિવેદન
મંદી અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ અમેરિકન બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પે એક નિવેદન આપ્યુ હતુ કે અમેરિકન શેરબજાર 1 ટ્રિલિયન ડોલરથી વધુ ડૂબી ગયું છે. સોમવારે યુએસ શેરબજારમાં, ડાઉ જોન્સ, S&P 500 અને Nasdaq બધા લાલ નિશાનમાં બંધ થયા હતા, જેના કારણે ભારતીય રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.
વૈશ્વિક બજારમાં પણ ઘટાડો, એશિયન બજાર પર અસર
અમેરિકા ઉપરાંત એશિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી. જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગ સેંગ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને દક્ષિણ કોરિયાનો KOSPI બધા લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જાપાનના વેપાર મંત્રી યોગી મુતોએ જણાવ્યું હતું કે અમેરિકાએ હજુ સુધી જાપાનને તેના નવા ટેરિફમાંથી મુક્તિ આપી નથી, જેના કારણે જાપાની બજાર પર દબાણ વધ્યું છે.
આ પણ વાંચોઃ X પર સાયબર હુમલામાં યુક્રેનનો હાથ, IP એડ્રેસનો કર્યો ઉપયોગ: મસ્ક
આ પણ વાંચોઃ યુક્રેન-અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક!, શું રશિયા સાથે યુધ્ધ ખતમ કરશે? | Saudi Arabia
આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં દિવાલ ધારાશાઈ થતાં 6 લોકોના માંડ જીવ બચ્યા, પણ હાલત ગંભીર | Ahmedabad wall collapses
આ પણ વાંચોઃ Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો







