
અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા કર્મચારીએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરવાની ઘટના ઘટતા હડકંપ મચી ગયો છે. આ મહિલા પોલીસ કર્મચારીએ સુસાઈડ નોટ લખીને ફિનાઇલ પી લીધું હતું. મહિલા પોલીસ કર્મચારીની તબિયત લથડતા તેને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર, મહિલા પોલીસ કર્મચારીને પોતાના જ પોલીસ વિભાગના કર્મચારીઓ હેરાન કરતાં હોવાના કારણે તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહિલા કર્મચારીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મારા ઉપર લગાવેલા તમામ આરોપો ખોટા છે, મારી વિના કારણે બદનામી કરવામાં આવી છે. મારા ઉપર કોઈપણ પ્રકારનો ગુનો નહોવા છતાં મારી દિન-4થી બાબરા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે, જે મારાથી સહન ન થતાં હું મારૂં જીવન ટૂંકાવું છું. ન્યાય સરકાર અને મારો સમાજ અપાવે તેવી નમ્ર વિનંતી.”
મહિલા પોલીસ કર્મચારીની દલિત યુવકને માર મારવાનો આરોપ લગાવીને અટકાયત કરવામાં આવી હતી. અમરેલીના એ.એસ.પી સહિતના અધિકારીઓના ટોર્ચરથી મહિલાએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું કથિત રીતે સામે આવી રહ્યું છે.