
અમરેલી જીલ્લામાં એક બાજુ પાયલ ગોટી સાથે થયેલા અન્યાય મામલે વિરોધનો શૂર ઉઠ્યો છે. ત્યારે જીલ્લાના સાવરકુંડલામાં એક કારખાનેદરા યુવકનું કારમાં આવલા 3 શખ્સો દ્વારા અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. બાઈક સવાર કારખાનેદારનું પૈસાની લેતીદેતીમાં ધોળા દિવસે અપહણ થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ગુજરાતની આ હોસ્પિટલમાં કર્યો મહિલા ડોક્ટરે આપઘાત, જાણો કારણ?
જબરજસ્તી કારમાં બેસાડી દીધો
પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલામાં ગઈકાલે બપોરે સાવરકુંડલાના શિવાજીનગર પટેલ વાડી પાસે એક યુવક રોડ પર પોતાનું બાઈક લઈને ઉભો હતો. ત્યારે કારમાં આવેલા 3 શખ્સોએ કારખાનું ધરાવતાં યુવકને જબરજસ્તી સ્વીફ્ટ કાર(GJ-03-HA-8134)માં બેસાડી દીધો હતો. અને અપહરણ કરી લઈ ગયા હતા. શખ્સોએ કારમાં ભરત વશરામ પાધડાળ નામના યુવકનું અપહરણ કર્યું છે. હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતીદેતીમાં આ અપહરણ કર્યું છે. હાલ આરોપીઓને પોલીસે ઝડપી પાડવા કવાયત છે. ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.
BANASKANTHA: સ્પાની આડ ચાલતા દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું, ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ