
Amreli: સાવરકુંડલાના ખડકાળા ગામે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. લોખંડની કોશના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં બાળકો 3 બાળકો માતા વિહોણા બન્યા છે. પત્ની હત્યા કરી પતિ ફારર થઈ ગયો છે. જેથી આરોપી પતિને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો છે. 32 વર્ષીય આશાબેન નિમાવતની તેમના પતિ પરેશ નિમાવતે ખાડો ખોદવાની લોખંડની કોશ વડે હત્યા કરી છે. પરિણીતા ગામમાં વૃદ્ધો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી. મહિલાને પેટના ભાગે 7થી વધુ ગંભીર ઘા મારી દીધા હતા. માતાની હત્યા થઈ જતાં 3 સંતાનો માતાએ સથવારો ગુમાવ્યો છે.
સાવરકુંડલા પોલીસે મહિલાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આરોપી પતિને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે હત્યા કરવાનું કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચોઃ Delhi: કેજરીવાલને જંગી મતોથી હારવનાર પ્રવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી કેમ ન બની શક્યા?
આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2025-26: નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા; અન્નાદાતા-યુવાઓ માટે થઈ શકે છે મોટી જાહેરાતો
આ પણ વાંચોઃ RAJKOT: ગોંડલમાં મકાન જમીનદોસ્ત, 3 લોકો દટાયાં, રેસ્ક્યૂ ચાલુ