
અમરેલીમાંથી બહાર આવેલા લેટરકાંડ મામલે પાયલ ગોટી મેડિકલ તપાસ માટે હાલ તૈયાર થયા નથી. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે પોલીસે મને મારી હતી. ત્યારે આ મામલે ખુદ SITની ટીમે જઈ પાયલને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તમે મેડિકલ ટેસ્ટ કરાવી લો. જો કે પાયલ ગોટી માન્યા ન હતા અને હું કાલે મેડિકલ ટેસ્ટ કરાવીશ તેમ જણાવ્યું હતુ. ત્યારે સવાલ થાય છે કે પાયલ ગોટી હાલ મેડિકલ તપાસ કરાવવાની કેમ ના પડી રહ્યા છે. શું તેમને તંત્ર પર વિશ્વાસ નથી?
અમરેલી લેટરકાંડની અત્યારે ગુજરાતભરમાં ચર્યાઓ થઈ રહીં છે. આ મામલે અનેક રાજનેતાઓના નિવેદનો પણ સામે આવ્યાં છે. ત્યારે આ મામલે તપાસ તેજ કરાઈ છે. પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોલીસ પર પટ્ટા મારવાના આક્ષેપો કર્યા હતા. જેથી SIT ની ટીમે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહીં હતી. ત્યારે પરેશ ધાનાણીએ લઈ જતાં પહેલા SIT ની ટીમને રોકી હતી. SIT ની ટીમ મહિલા ડૉક્ટરોની ટીમ સાથે પાયલના ઘરે પહોંચી ત્યારે પણ મેડિકલ તપાસ કરાવવાની ના પડી દીધી હતી. પાયલ ગોટીએ કહ્યું કે હું કાલે તાપસ કરાવીશ. ત્યારે તાપાસ કરાવવાની ના પડતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
જો પાયલ ગોટીના આક્ષેપ સાચા છે તો તેઓ કેમ મેડિકલ તપાસ કરવવાની ના પડી રહ્યા છે. તેવા સવાલો પેદા થયા છે. પોલીસનું કહેવું છે કે મેડિકલ તપાસ જલ્દી થવી જરુરી છે. જુઓ આ વિડિયો.
આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
આ સમાચાર પણ વાંચોઃ ભારતની અર્થવ્યવસ્થાને લઈ માઠા સમાચારઃ GDPમાં થઈ શકે છે મોટો ઘટાડો!







