
AMTSનું વર્ષ 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ, વિધવા બહેનોને 50% અને અનાથ બાળકોને ફ્રી પાસ સેવાની યોજનાનો લાભ આપવામાં આવશે. આ સાથે વિવિધ રૂટ અને બસ ટર્મિનલ માટે ઠરાવ કરવામાં આવ્યા છે. ટ્રા. મેનેજર દ્વારા રજૂ કરેલ રૂ. 682 કરોડના કુલ બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂ. 12 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. 705 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે.
AMTS(ahmedabad municipal transport service) ચેરમેન ધર્મશીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર તથા આસપાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1172 બસના ફ્લીટમાં વધુ 100 નવી મીડી એ.સી., સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને ફ્લીટની સંખ્યા કુલ 1272 કરવાનું ઠરાવવામાં આવે છે.
વર્ષ 2025-26માં કુલ 445 નવી એ.સી. બસોનો ફ્લીટમાં ઉમેરો કરવામાં આવનાર છે. 16માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 8 કરોડ મેળવીને વધુ 4 ઇલેક્ટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે. શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે.”
AMC ના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણએ બજેટ અંગે શું કહ્યું?
શહેઝાદ ખાન પઠાણએ બજેટની ટીકા કરતાં કહ્યું AMTS નહિ પણ ભાજપની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. AMTSને દર વર્ષે કરોડો રૂપિયા ખોટ આવી રહી છે. AMTSની અનેક વખત બેદરકારી સામે આવે છે. દર મહિને 5થી વધુ અક્સ્માત થઈ રહ્યા છે. જુઓ વિડિયોમાં વધુ શું કહ્યું?
આ પણ વાંચોઃ ખંભાતમાંથી ATS ઝડપેલા 100 કરોડ ડ્રગ્સ બાદ વધુ 50 કરોડનું ડ્રોમેડોલ પકડાયું, જાણો ક્યાં થતી સપ્લાઈ?