સંબંધીની તબિયત પૂછવા જતાં ત્રણ લોકોને નડ્યો અકસ્માત; ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • Gujarat
  • January 14, 2025
  • 0 Comments
  • સંબંધીની તબિયત પૂછવા જતાં ત્રણ લોકોને નડ્યો અકસ્માત; ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

આણંદ : મૂળ ગોધરાના વિજયસિંહ બળવંતસિંહ ચૌહાણ ઉત્તરાયણ પર્વને લઈ પોતાની સાસરી ઝાલા બોડી જેસાપુરા ખાતે આવ્યા હતા. રવિવારે સાંજના સુમારે તેઓ સંબંધીને અકસ્માત થતા નરેશભાઈ રાવજીભાઈ ડાભી તથા નિલેશકુમાર રમણભાઈ ડાભી સાથે વિજયસિંહ બાઈક ઉપર નડિયાદ જવા માટે નીકળ્યા હતા.

સમી સાંજના સુમારે આ ત્રણેય યુવકો ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલી પણસોરા ચોકડીથી આગળ વણસોલ સીમમાં આવેલી એક રાઈસ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય યુવકો રોડ ઉપર પટકાયા હતા.

અકસ્માતમાં ત્રણેય યુવકોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જાણ કરતાં 108 તથા ભાલેજ પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.

108ના કર્મચારીઓએ તપાસીને ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સુરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા પરમારની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો- મકરસંક્રાંતિ પર મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન; જાણો કઇ છે મહાકુંભ શાહી સ્નાનની તારીખો!!

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 6 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 9 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 9 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!