FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર

  • India
  • February 22, 2025
  • 0 Comments

Kash Patel FBI Director: આણંદ જીલ્લાના બોરસદમાં આવેલા મૂળ ભાદરણ ગામના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળતા ગામમાં રહેતા પટેલ પરિવારોમાં ખુશીનો માહોલ છે. કાશ પટેલ સમગ્ર ભારત, ગુજરાત સહિત ચરોતર પંથકનું નામ રોશન કર્યું છે. મૂળ ભારતીય કાશ પટેલ સત્તાવાર રીતે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના નવમા ડિરેક્ટર બન્યા છે.  ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન(FBI) અમેરિકાની તપાસ એજન્સી છે.

શુક્રવારે, વોશિંગ્ટન ડીસીમાં, તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા. તેમને યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ શપથ લેવડાવ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસના ઇન્ડિયન ટ્રીટી રૂમમાં આયોજિત સમારોહમાં શપથ લીધા બાદ કા પટેલે અમેરિકાની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનું સ્વપ્ન અન્ય કોઈ દેશમાં ક્યારેય સાકાર થઈ શક્યું ન હોત. ગુજરાતના આણંદ જિલ્લાના લોકો પણ કાશ પટેલની પ્રશંસા કરી છે.

કાશ પટેલે શું કહ્યું?

અમેરિકાની ટોચની ફેડરલ તપાસ એજન્સી, FBI ના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા પછી કાશ પટેલે કહ્યું કે “હું અમેરિકન સ્વપ્ન જીવી રહ્યો છું,”. જે કોઈને લાગે છે કે અમેરિકન સ્વપ્ન મરી ગયું છે, તે મારી તરફ જુઓ. તમે પહેલી પેઢીના ભારતીય સાથે વાત કરી રહ્યા છો જે વિશ્વના સૌથી મહાન રાષ્ટ્રની કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આવું બીજે ક્યાંય ન થઈ શકે. હું વચન આપું છું કે મારી FBI ની અંદર અને બહાર જવાબદારી રહેશે.

ટ્રમ્પે પટેલની પ્રશંસા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશપટેલની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ FBIના શ્રેષ્ઠ ડિરેક્ટર સાબિત થશે. ટ્રમ્પે કહ્યું, ‘કાશ પટેલને આ પદ પર નિયુક્ત કરવાનું એક કારણ એ છે કે FBI એજન્ટો તેમનો આદર કરે છે.’ તે આ પદ પર શ્રેષ્ઠ સાબિત થશે. તે એક ખડતલ અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે.

ગુરુવારે યુએસ સેનેટ દ્વારા FBI ડિરેક્ટર તરીકે કાશ પટેલની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, તેમના નામાંકનનો ડેમોક્રેટ્સ તેમજ બે રિપબ્લિકન સેનેટર, લિસા મુર્કોવસ્કી અને સુસાન કોલિન્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આમ છતાં, કાશ પટેલની નિમણૂકને 51 વિરુદ્ધ 49 મતોથી મંજૂરી આપવામાં આવી હતી.

કાશ પટેલના પરિવારના મૂળ ગુજરાતમાં

કાશ પટેલ ન્યૂયોર્કમાં રહે છે અને તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીઓમાંના એક માનવામાં આવે છે. કાશ પટેલના માતા-પિતા ગુજરાતના છે. કાશ પટેલના મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામમાં છે. ભાદરણ ગામના પટેલ સમુદાયએ કહ્યું કે પટેલ પરિવાર ભાદરણ ગામના મોતી ખડકી વિસ્તારમાં રહેતો હતો અને લગભગ 70 વર્ષ પહેલાં યુગાન્ડા ગયો હતો. તેમણે ભાદરણમાં પોતાનું પૈતૃક ઘર વેચી દીધું હતું. પટેલ પરિવારના બધા સભ્યો હવે વિદેશમાં છે.

એક સ્થાનિકે જણાવ્યું હતું કે 1970માં આફ્રિકન દેશ યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કાશ પટેલનો પરિવાર થોડા સમય માટે ભારત પાછો ફર્યો હતો. આ સમય દરમિયાન તેમણે બ્રિટન, અમેરિકા અને કેનેડામાં આશ્રય માટે અરજી કરી હતી. અરજી સ્વીકારાયા પછી કાશ પટેલનો પરિવાર પણ કેનેડા ગયો હતો. કેનેડાથી તે અમેરિકા ગયા હતા. જ્યાં કાશ પટેલનો જન્મ 1980માં થયો હતો.

 

 

આ પણ વાંચોઃ   chhatrapati shivaji: મરાઠા સામ્રાજ્ય કે હિન્દવી સામ્રાજ્ય?

આ પણ વાંચોઃ રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી

આ પણ વંચોઃ શિંદેની સરકાર બદલવાની ચિમકી; મને હળવાશ ન લો, મેં 2022માં ખેલ બદલી નાંખ્યો 

 

 

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!