
ગુજરાતમાં સરકારે સ્પા માટે નિયમો બનાવ્યા હોવા છતાં વારંવાર સ્પાની આડમાં દેહવિક્રિયની પ્રવૃતિઓ ઝડપાતી હોય છે. ત્યારે આણંદના વિદ્યાનગરમાંથી મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે. અહીં દેશ-વિદેશી યુવતીઓને લાવી દેહ વ્યપાર કરવામાં આવતો હતો. જેમાં પોલીસે રેડ પાડી 5 મહિલાને ઝડપી હતી. સાથે બે આરોપીની ધરપકડ કરી આણંદ SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ
પોલીસે વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રોઝ ફેમિલી સ્પામાં દરોડો પાડ્યો હતો અને સેક્સ રેકેટને ખુલ્લુ પાડ્યું છે. આર્યરાજ એસ્પાયર, મિલેનીયમ હોટલની ઉપર આવેલા આ સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.
બે શખ્સોની ધરપકડ
જેમાં પોલીસે મહિલા સ્પા સંચાલક રાખી ગાંગલે (મૂળ ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મેનેજર આસિફભાઈ સત્તારભાઈ વ્હોરા (હાલ આણંદ, મૂળ પાલ્લા, તા.માતર, જી. ખેડા )ની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ Gujaratis Deported: અમેરિકામાંથી 33 ગુજરાતીઓને હાકી કઢાયા, અમદાવાદ પહોંચ્યા
પાંચ મહિલાઓમાંથી એક થાઈલન્ડની યુવતી
રેડ દરમિયાન સ્પામાંથી બે ગ્રાહકો ઉપરાંત ચાર ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતી મળી આવી હતી. આરોપીઓ આંતરરાજ્ય અને વિદેશી યુવતીઓને લાવીને અહીં દેહવ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. આ પાંચમાંથી એક યુવતી થાઈલેન્ડની છે. જ્યારે બાકીની ચાર યુવતીઓ હરિયાણા, યુ.પી, સુરત અને રાજકોટની છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન એક્ટ) 1956ની કલમ 3, 4, 5 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143(2) અને 54 મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રાહકની ડિમાન્ડ મુજબ દેહવ્યપાર થતો
યુવતીઓની પૂછપરછ કરતાં કબૂલ્યું કે રાખી ગાંગલે છેલ્લા ત્રણ મહિનાથી આ રોઝ ફેમિલી સ્પા ભાડે રાખી, સ્પાની આડમાં દેહવ્યાપાર કરતી હોવાનું અને તેની સાથે મેનેજર તરીકે આસીફભાઇ સત્તારભાઈ વ્હોરા કામ કરતો હતો. આ આસીફ સ્પામાં આવતાં ગ્રાહકોને યુવતીઓના ફોટા બતાવી, ગ્રાહકના ડિમાન્ડ મુજબની યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો