
Anand viral video: આણંદ કલેક્ટર કચેરીમાં એક મહિલા વચેટિયા તરીકેનું કામ કરતી ઝડપાઈ છે. એક અરજદારે તેનો વીડિયો ઉતારી લેતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા વચેટિયા અરજદાર પાસે દાખલો કઢાવી આપવા રુ. 1800 માગી રહી છે. આ વીડિયો વાઈરલ થયા બાદ મહિલા વિરુધ્ધ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.
‘2500 આપ્યા હોત તો કલાકમાં જ કાઢી આપત’
વાઈરલ થયેલા વીડિયોમાં મહિલા વચેટિયા અરજદારને કહે છે કે 2500 રુપિયા આપ્યા હોત તો કલાકમાં દાખલો જ આપી દેત. વધુમાં કહ્યું હતુ કે અત્યારે ન હોય તો પૈસા ચાલશે પણ દાખલો લેવા આવો ત્યારે પૂરા આપવા પડશે. અંતે મહિલાએ રુ. 1800 સ્વીકાર્યા હોવાનું નજરે પડે છે.
આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ કહ્યું કે આ વીડિયો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડનો છે. છેલ્લા દોઢ વર્ષથી કચેરી પરિસરમાં એજન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ નાણાં માગનાર મહિલા વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આણંદ કલેક્ટર કચેરીમાંથી આ અગાઉ પણ 9 વચેટિયાઓ ઝડપાયા હતા. સાથ જ તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારથી કલેક્ટર કચેરીમાં બિન અધિકૃત કે વચેટિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં મહિલા આ રીતે રુપિયાની માગણી કરતાં ઝડપતાં કલેક્ટર કચેરીની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ Surat: સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષિય બાળકનું મોત, હોસ્પિટલ પર શું લાગ્યા આક્ષેપ?
આ પણ વાંચોઃ BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામારી
આ પણ વાંચોઃ હવે ગાંધીનગરમાં લેબ ટેક્નિશિયનોનું ઉપવાસ આંદોલન, જાણો કેમ ઉપવાસ પર ઉતર્યા? |Lab Technician Movement
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?