
Murder in Anand: આણંદ જીલ્લામાં એક દંપતિએ તબેલામાં કામ કરતાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. દંપતિએ મળતિયાઓને સાથ લઈ હત્યાને અંજામ આપ્યો છે. મહિલાનો આરોપ છે યુવક ખોટી રીતે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવકને વારંવાર સમજાવવા છતાં અંતે ન માનતાં ઘાતક હત્યારોથી મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત કરી છે. હાલ પોલીસે દંપતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આણંદ તાલુકાના વહેરાખાડી ગામમાં એક દંપતીએ મળીને એક યુવકની હત્યા કરી નાખી છે. 38 વર્ષીય નબીશા છોટુશા દિવાન પોતાના તબેલામાં ભેંસો દોહવા ગયો હતો, ત્યારે તેની હત્યા કરાઈ હોવાનો આરોપ લાગ્યા છે. મૃતકના ભાઈ સાજીદશા છોટુશા દિવાનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘણા સમયથી યુવક મહિલાને હેરાન કરતો?
મૃતક નબીશા લાંબા સમયથી આરોપી જયદીપની પત્ની ભાવનાબેનને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો અને હેરાન કરતો હતો. આ બાબતથી ઉશ્કેરાયેલા પતિ-પત્નીએ એક મળતિયાઓ સાથે મળીને આ હત્યાનું સડયંત્ર રચ્યું હતુ. પોલીસે દંપતિને હાલ ધરપકડ કરી હત્યા અંગે પોલીસની વિવિધ ટીમો તપાસ હાથ ધરી છે. હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat: આજથી સરકારી કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ગેટ પર ઉભી રહેશે પોલીસ!
આ પણ વાંચોઃ Rajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા
‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!
‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!