
Anand News: થોડા સમયથી આણંદ જીલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા સમૃધ્ધ ગામ એવા ધર્મજ કમળાના રોગે કહેર વર્તાવ્યો છે. અહીં આરોગ્ય ટીમો સતત ખડાપગે છે. તેમ છતાં કેસ ઓછા થવાને બદલે વધી રહ્યા છે. જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે.
ધર્મજમાં ગઈકાલે સોમવારે વધુ 19 કેસ કમળાના મળી આવતાં આરોગ્ય તંત્રની ઉઘ ઉડી ગઈ છે. અત્યાર સુધી કમળાના 91 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 64 દર્દીઓ સાજા થયા છે. હાલ 26 દર્દીઓ સારવાર લી રહ્યા છે.
રોગનો કહેર વર્તાતા ગામમાં 18મોએ સરવે હાથ ધર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં પાણીની લાઈનમાં 23 લીકેજ મળ્યા છે. પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરાયા છે, અન્ય 10 લીકેજ રિપેરની કામગીરી ચાલુ છે. પાણીના પણ નમૂના લેવાઈ રહ્યા છે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયષ પટેલના જણાવ્યા અનુસાર કમળાના રોગમાં ઉલટી, તાવ,ઉબકા, ભૂખ ન લાગવી, પેશાબ પેળો આવવા જેવા લક્ષણ દેખાય છે. જેથી નજીકના દવાખાનામાં તપાસ કરાવવી જરુરી છે. વધુમાં કહ્યું વિસ્તારમાં 15 હજાર ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. એપિડેમિક ઓફિસર ડૉ. રાજેશ પટેલે જણાવ્યું કે, મોટાભાગના દર્દીઓ 5થી 30 વર્ષની વયજૂથના છે.
આ પણ વાંચોઃ Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકાતા સહિત અનેક શહેરો ધણધણ્યા
આ પણ વાંચોઃ IND Vs PAK: પાકિસ્તાન સામે ગુજરાતીઓએ મચાવ્યો તરખાટ; અક્ષર-હાર્દિક-જાડેજાની ત્રિપુટી બની હાવી









