
Ankita Bhandari murder case: ઉત્તરાખંડના ચકચારીઅંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે ભાજપા નેતા અને પૂર્વ મંત્રીના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. પુલકિત ઉપરાંત તેના બે કર્મચારીઓ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને પણ સજા ફટકારવામાં આવી છે. જિલ્લા કોર્ટે 2 વર્ષ અને 8 મહિના પછી આ કેસમાં ચુકાદો આપ્યો છે. ત્રણેય દોષિતોને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટના ચૂકાદા પહેલા અંકિતા ભંડારીના પિતા વીરેન્દ્ર સિંહે તેમની પુત્રીના હત્યારાઓ માટે મૃત્યુદંડની માંગ કરી હતી. તેમણે કહ્યું કે મારી માસૂમ પુત્રીની હત્યા કરનારા ગુનેગારોને મૃત્યુદંડ મળવો જોઈએ.
અંકિતા ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટનું કામ કરતી હતી
19 વર્ષની અંકિતા ઋષિકેશના વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ, અંકિતા અચાનક ગુમ થઈ હતી. આ પછી તેના પિતા રિસોર્ટ પહોંચ્યા અને સ્ટાફના કર્મચારીઓની પૂછપરછ કરી. જોકે પુત્રી મળી આવી ન હતી. જે બાદ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી.
શંકાના આધારે પોલીસે પુલકિત નામના શખ્સની પૂછપરછ કરી તો જણાવ્યું કે અંકિતા ભંડારી રિસોર્ટના એક રૂમમાં રહેતી હતી. તે કેટલાક દિવસોથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી. તેથી તે અને તેના મિત્રો 18 સપ્ટેમ્બરના રોજ અંકિતાને ઋષિકેશ ફરવા લઈ ગયા હતા.
બધા ત્યાંથી મોડી રાત્રે પાછા ફર્યા પછી રિસોર્ટના અલગ અલગ રૂમમાં સૂવા ગયા હતા. 19 સપ્ટેમ્બરની સવારે અંકિતા તેના રૂમમાંથી ગાયબ હતી. જો પોલીસ તપાસમાં આ વાત તદ્દન ખોટી નીકળી.
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, અંકિતા ત્રણેય સાથે જતી જોવા મળી
પુલકિતની પૂછપરછ બાદ પોલીસે રિસોર્ટના સ્ટાફની પૂછપરછ કરી હતી. સ્ટાફે કહ્યું કે ઋષિકેશ જતી વખતે અંકિતા આ લોકો સાથે હતી, પરંતુ તે તેમની સાથે ફરી પાછી આવી ન હતી. પછી પોલીસે ઋષિકેશ જતા રસ્તામાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. જેથી સાબિત થયું કે રિસોર્ટમાંથી કુલ 4 લોકો નીકળી રહ્યા હતા, પરંતુ ફક્ત ત્રણ જ પાછા ફર્યા.
પુલકિતના રિસોર્ટ પાસે કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો
પુલકિતની વાત ખોટી નીકળતાં જ પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. તેની કડક પૂછપરછ કરી. તેને શોધવા માટે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ પણ ચાલી હતી. શંકાના આધારે પોલીસે પુલકિતની કડકમાં કડક પૂછપરછ કરી. જે બાદ આરોપીએ અંકિતાને ગંગામાં ધકેલી દેવાની કબૂલાત કરી હતી. કબૂલાત બાદ બચાવ એજન્સીઓએ ચિલ્લા પાવર હાઉસ નજીક ચીલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે રિસોર્ટના માલિક પુલકિત આર્યએ અંકિતા ભંડારી પર ખોટા કામ કરવા દબાણ કર્યું હતું. જેનો અંકિતા ભંડારીએ વિરોધ કર્યો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા પુલકિત આર્ય અને તેના બે મિત્રોએ અંકિતાને ચીલા કેનાલમાં ધકેલી દીધી અને તેની હત્યા કરી નાખી હતી. આ પછી પોલીસે પુલકિત આર્ય, તેના રિસોર્ટના મેનેજર સૌરભ ભાસ્કર અને અંકિત ઉર્ફે પુલકિત ગુપ્તાની ધરપકડ કરીને જેલ ધકેલી દીધા.
ટોળાએ પુલકિત આર્યના રિસોર્ટને સળગાવી દીધું
અંકિતાની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ પુલકિત આર્યના રિસોર્ટમાં આગ લગાવી દીધી હતી. સ્થાનિક ભાજપા ધારાસભ્ય રેણુ બિષ્ટની કારના કાચ તૂટી ગયા હતા. હોબાળો વધતો જોઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અંકિતા હત્યા કેસની તપાસ માટે SIT ની રચના કરી હતી. આ ઉપરાંત, પુલકિતના રિસોર્ટને બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યું હતું.
ભાજપાએ મારા પિતા અને ભાઈને હાંકી કાઢ્યા હતા.
આ ઘટના બાદ ભાજપાએ પુલકિતના પિતા વિનોદ આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. તેઓ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આર્ય ભાજપા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી પણ હતો. પુલકિતના ભાઈ અંકિત આર્યને પણ ઉત્તરાખંડ ઓબીસી કલ્યાણ આયોગના ઉપપ્રમુખ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમને રાજ્યમંત્રીનો દરજ્જો હતો.
પરિવારને પગારને બદલે તેનું મૃત્યુ મળ્યું
અંકિતાના ગામમાં હવે ફક્ત 50 લોકો રહે છે. 20 વર્ષ પહેલાં અહીંની વસ્તી 200ની આસપાસ હતી. આ લોકો રોજગારની શોધમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. અંકિતાનો પરિવાર, મિત્રો, સગાં-સંબંધીઓ બધા આ ગામમાં છે. તે પરિવારને પણ મદદ કરવા માંગતી હતી, તેથી 12 મા ધોરણ પછી, તેણે હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો અને કામ માટે ઋષિકેશ આવી. અંકિતાનું જીવન તેનો પહેલો પગાર મળે તે પહેલાં જ સમાપ્ત થઈ ગયું.
આ પણ વાંચો:
શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack
Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા
‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?
Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ
Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ
ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી
‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ
રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather
ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America
Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa
MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે