એક તરફ લેટરકાંડમાં ફસાયેલ દીકરી માટે કાયમી નોકરીની જાહેરાત તો બીજી તરફ કોર્ટે આપ્યા જામીન

અમરેલીમાં બનાલે લેટરકાંડ પછી પાટીદાર યુવતીનું રિન્સ્ટક્સનના નામે કાઢવામાં આવેલા સરઘસનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રતિદિવસ આગ પકડી રહ્યું છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ પત્ર કાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં એક યુવતી સામેલ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આરોપી યુવતીને જાહેરમાં ઉભી રાખવામાં આવી હતી.

આ મુદ્દે વિવાદ સતત વધી રહેલા વિવાદ વચ્ચે બનાવટી લેટરકાંડમાં ફસાયેલ પાટીદાર દીકરીને કાયમી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દીલીપ સંઘાણીને આ બાબતે રજૂઆત કરી હતી. આ વચ્ચે પાટીદાર દીકરીને કોર્ટે 15 હજારના બોન્ડ ઉપર જામીન આપી દીધા છે. આમ પાંચ દિવસ બાદ પાટીદાર દીકરીનો જેલમાંથી છૂટકારો થયો છે.

આ રજૂઆત બાદ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દીલીપ સંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય કરીને બેંકની બોર્ડ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો કે, જેલમુક્તિ બાદ પીડિત દિકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી શરૂ કરી શકે છે.

આ નિર્ણયને બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા દીલીપ સંઘાણીના આ પ્રસ્તાવને આવકાર્યો છે. આ અંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર ભાવના ગોંડલીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, પાટીદાર દીકરીને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, દીકરીના કાઢેલા વરખોડા બાદ રાજ્યના સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વિપક્ષ સહિત તમામ પાર્ટીઓના નેતાઓ પણ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. તો યુવા કોંગ્રેસના યુવાઓ દ્વાર હર્ષ સઘવીને માફી માંગવી જોઈએ તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો- ઈટાલિયા આવ્યા પાટીદાર યુવતીના સમર્થનમાં: પૂછ્યું દુષ્કૃત્ય પોલીસકર્મીઓએ કોના કહેવાથી આચર્યું?

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 2 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 5 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ