
અરવલ્લીના ભિલોડા તાલાકામાં ટાકાટુંડાથી ટોરડા ગામને જોડતાં રોડની હાલત બત્તર થઈ છે. ચોમાસું ગયાને પણ મહિનાઓ વીતી ગયા છતાં તંત્ર દ્વારા નિષ્કાળજી રાખી બિસ્માર બનેલો રસ્તો ન બનાવાતાં વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ટુકાટુંડાથી ટોરડા ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ પોતાની આળસ મરડતું નથી. ટુકાટુંડા ગામનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. ડામર રોડ પર મોટાને મોટા ગાબડાં પડી ગયા છે. જેથી વાહનચાલકો સહિત ચાલતાં જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
રસ્તા પર મોટા ખાડા પડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખરાબ રસ્તાના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જવાની વાહનચાલકોને ભીતી સતાવી રહી છે. તંત્રની બેદરકારી લઈ વાહન ચાલકોમાં રોષ ભભૂક્યો છે. જેથી રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
આ પણ સમાચાર વાંચોઃ બનાસકાંઠાના બે ભાગ થતાં ઠેર-ઠેર વિરોધઃ કાંકરેજને બનાસકાંઠામાં રાખવા CMને રજૂઆત, શું કર્યા આક્ષેપો?