ખ્યાતિ કાંડ: ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ; મુખ્ય આરોપીઓમાંથી છે એક

  • Gujarat
  • January 18, 2025
  • 2 Comments
  • ખ્યાતિ કાંડ: ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ; મુખ્ય આરોપીઓમાંથી છે એક

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ટીમે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલને ઝડપી પાડ્યા હતા. તે છેલ્લા ઘણાં મહિનાઓથી ફરાર હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. જોકે મુખ્ય આરોપી ગણાતા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર જ ઘણાં સમયથી ફરાર ચાલી રહ્યા હતા. તે વિદેશ નાસી ગયાની માહિતી હતી. જોકે આખરે અમદાવાદ પોલીસને તેને ઝડપી પાડવામાં સફળતા મળી.

મહત્ત્વનું એ છે કે ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના ટપોટપ મોત બાદ ખ્યાતિ ગ્રૂપના ડિરેક્ટર અને ચેરમેન સામે તપાસ હાથ ધરી હતી. જેના બાદથી કાર્તિક પટેલ વિદેશ રફુચક્કર થઈ ગયો હતો. તેણે આગોતરા જામીન માટે અરજી પણ કરી હોતી જોકે તે ફગાવી દેવાતા આખરે આત્મસમર્પણ કરવા સિવાય તેની સામે કોઈ વિકલ્પ રહ્યો નહોતો તેવું લાગી રહ્યું છે.

થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો.

આરોપીઓ દ્વારા દર્દીઓની સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતું. જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને મેડિકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.

ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડિરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.

આ પણ વાંચો- ઉત્તર ભારત હાડ થિજવતી ઠંડીમાં ઠૂંઠવાયું; આબુમાં પારો પહોંચ્યો 0.8 ડિગ્રી

Related Posts

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
  • March 26, 2026

■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

Continue reading
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 3 views
Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 4 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

  • March 27, 2026
  • 8 views
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 5 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 8 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!