
PM Modi: આજે ભારત-પાકિસ્તાનની મેચ છે. બીજી તરફ આસામમાં પહોંચેલા મોદીએ ઓપરેશન સિંદૂરને સફળ ગણાવ્યું છે. જો કે લોકો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે. 26 ભારતીયોના જીવ લેનાર પાકિસ્તાની આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. છતાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે આજે ભારત મેચ રમાવા જઈ રહ્યું છે. બીજી તરફ મોદી ઓપરેશન સિંદૂરની સફળતાંના ગાણા ગાઈ રહ્યા છે. જે દેશ માટે દુર્ભાગ્યની વાત છે. 26 મૃતકોના પરિવારજનો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે.
मैं तो भगवान शिव का भक्त हूं
सारा जहर निगल देता हूं : मोदी जी 🔥🔥अलख निरंजन.. हर हर महादेव 🔱 🚩 pic.twitter.com/4UIerdU9Up
— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) September 14, 2025
મોદી આસામની બે દિવસની મુલાકાતે છે. મોદીએ દરાંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જીએનએમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જ્યાં તેમણે હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધું ઝેર પી જાઉં છું. જો કે મોદીએ આવુ કરવું અશક્ય છે. કોઈ શીવભક્ત બને તો થોડી ઝેર પીવે. પણ લોકોને અવળા માર્ગે દોરવા માટે મોદી કંઈ પણ બોલે છે. કારણ કે માણસ જાતને ઝેર પીવું આત્મઘાતી પગલું છે. જેમાં મોત પણ થઈ શકે છે.
મોદી પોતાના અને માતાના સતત અપમાનની ચાંદર ઓઢીને ફરી રહ્યા છે. જ્યા જાય ત્યા અપમાનને આગળ ધરે છે. મોદીએ કોઈની પત્નનીને 50 કરોડની ગર્લફ્રેન્ડ, સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કહેલું અપમાન કરેલું યાદ આવતું નથી.
‘140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ’
મોદીએ લોકોને પોતાના તરફ ખેંચવા કહ્યું મારા માટે મારા લોકો જ ભગવાન છે. જો મારા ભગવાન પાસે ગયા પછી મારા આત્માનો અવાજ નીકળશે નહીં, તો બીજે ક્યાંથી નીકળશે, તેઓ મારા માલિક છે, તેઓ પૂજાને લાયક છે, 140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ છે.
ઓતંકીઓેને શોધી ના શકનાર મોદીએ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો
26 નાગરિકોના જીવ લેનાર આતંકીઓને મોદી સરકાર હજુ શોધી શકી નથી. ત્યારે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યુંકોંગ્રેસ ઘુસણખોરો અને રાષ્ટ્રવિરોધી તાકાતોને સંરક્ષણ આપે છે. ભારતીય સેનાને ટેકો આપવાને બદલે, કોંગ્રેસ પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદીઓને ટેકો આપે છે. હું ગર્વથી પડકાર સ્વીકારું છું, ઘુસણખોરોનું રક્ષણ કરનારાઓને ભોગવવું પડશે, આ દેશ તેમને માફ નહીં કરે, આપણે આસામના વારસાને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.
અસદુદ્દીન ઓવૈસી ભારત-પાકિસ્તાન મેચને લઈ રોષ વ્યક્ત કર્યો
આજે રમાનારી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું આસામ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને પૂછવા માંગુ છું કે, શું તમારામાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરવાની તાકાત નથી? આ એ જ પાકિસ્તાન છે, જેણે પહલગામમાં આપણા 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી.
આ પણ વાંચો:
અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ, બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad Crime
અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ
Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
Kheda: ઘરમાં સૂઈ રહેલી બાળકીને રાત્રે સાપે ડંખ માર્યો, સવારે હોસ્પિટલમાં લઈ ગયા પણ ના બચ્યો જીવ







