
- અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?
અમદાવાદના વટવા વિસ્તારમાં મુસ્લિમોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદના મુસ્લિમ વિસ્તાર વટવામાં રહેતા મુસ્લિમોને વિવિધ રીતે હેરાન કરીને તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં ઉપર વાયરલ થયેલા એક વીડિયોમાં મહેદી સૈયદ નામનો વ્યક્તિ મીડિયાને જણાવી રહ્યો છે કે, વટવામાં મુસ્લિમો તરાબી (નમાાજ) પઢીને આવનારા લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. તેમના પાસે ચાકુંની અણી ઉપર ખોટી-ખોટી ચીજો બોલાવવામાં આવે છે. ઘરો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. અમે જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા તો પોલીસ પણ નામ નોંધવાની જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ લખી રહી છે.
મહેદી સૈયદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, દેવીપૂજક લોકો માસ્ક પહેરીને ટોપી પહેરીને નિકળતા લોકોને પથ્થર મારી રહ્યા છે અને અમારા ઘરો ઉપર પણ પથ્થર મારી રહ્યા છે. આ બધી હરકતોથી રમજાન મહિનામાં અન્ય મોટી ઘટના ન ઘટે તે માટે વટવામાં એક પોલીસ પોઈન્ટ આપવું જોઈએ, જેથી કરીને તે વિસ્તારનો માહોલ ખરાબ નથાય અને મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
પ્રશ્ન તે છે કે, પોલીસ શું કરી રહી છે? અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ છે કે નહીં? તેમાંય વટવા પોલીસ કાર્યવાહી કરવાથી કેમ બચી રહી છે? શું વટવા પોલીસ કોઈ મોટી બબાલની રાહ જોઈ રહી છે? કે પછી વટવા પોલીસને ઉપરથી કોઈ ફોન આવેલો છે કે બબાલ થવા દો? શું આ હેરાનગતિ જાણિ-જોઈને કરવામાં આવી રહી છે? શું આ ઉશ્કેરણી રમખાણો કરાવવા માટે કરવામાં આવી રહી છે?
लोकेशन : वतवा,अहमदाबाद,गुजरात
तरावीह की नमाज़ पढ़के जा रहे लोगों पर पथराव किया गया चाकू की नौंक पर आपत्तिजनक शब्द उनसे बुलवाए गए स्थानीय मुस्लिमों ने मामले की शिकायत थाने में दर्ज करवाई है pic.twitter.com/jcxMKrIVav
— The Muslim (@TheMuslim786) March 5, 2025
આમ પોલીસની કાર્યવાહી ઉપર અને અદ્રશ્ય શક્તિઓને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રમજાન મહિનામાં મુસ્લિમોને હેરાન કરવાનો શું અર્થ હોઈ શકે, તેમાંય પોલીસ કેમ નામજોગ એફઆઈઆર ન નોંધીને પોતાની ફરજ નિભાવવામાં આનાકૂની કરી રહી છે.
કોઈ અનિચ્છનિય ઘટના ઘટી તો તેની જવાબદારી વટવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે લેશે ખરા? તેથી પોલીસે વટવામાં આતંક ઉભો કરનારા તત્વોને જેલના હવાલે કરીને તેમના સામે કડક પગલા ભરવા રહ્યાં. પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો શાંતિપૂર્વક ઈબાદત કરતાં હોય છે, તેમાંય રોડા નાંખવામાં આવે તો પછી લોકશાહી જેવું કશું રહે જ નહીં.
આ પણ વાંચો- અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?