અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

  • અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

ટ્રમ્પ ભારત પર રેસિપ્રોક્લ ટેરિફ ન લાદે તે માટે પીએમ મોદીએ વ્યાપાર મંત્રી પિયુષ ગોયલને અમેરિકા મોકલ્યા હતા. પરંતુ મોદી સરકારના મંત્રીને અમેરિકામાં કોઈ નેતા મળવા માટે જ તૈયાર નહતો. આમ પિયુષ ગોયલ અમેરિકામાં હતા, તે દરમિયાન જ અમેરિકાએ ભારત પર 2 એપ્રિલથી ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી હતી.

મોદી સરકાર માટે શરમજનક વાત છે કે, પિયૂષ ગોયલ છેલ્લા ત્રણ દિવસથી અમેરિકામાં હોવા છતાં કોઈ અમેરિકન સરકારમાં કોઈ ટોચના હોદ્દેદારને મળી શક્યા નથી. ગોયલ અમેરિકાના સેક્રેટરી ઓફ કોમર્સ એટલે કે વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ત્રણ દિવસથી ફાંફાં મારી રહ્યા છે પણ લ્યુટનિકે ગોયલને મળવા માટે એપોઈન્ટમેન્ટ સુધ્ધાં નહીં આપી હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગોયલ હોવર્ડ લુટનિક ઉપરાંત યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (UTR) જેમીસન ગ્રીરને મળવાના છે પણ હજુ સુધી ગ્રીર સાથે પણ મુલાકાત શક્ય નથી થઈ.

લ્યુટનિકે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ જોતા હોવાથી આ અંગે પોતે કશું નહીં કરી શકે એવું કહીને હાથ ખંખેરી નાંખ્યા હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, લ્યુટનિકે ગોયલને એ પણ મેસેજ મોકલી દીધો છે કે, રેસિપ્રોકલ ટેરિફને ટાળવા માટે ભારત શું કરી શકે છે તેની દરખાસ્ત સીધી વ્હાઈટ હાઉસને મોકલવાની રહેશે અને અમેરિકન કોમર્સ મિનિસ્ટ્રીની કોઈ ભૂમિકા નથી. રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી લ્યુટનિક સહિતના અધિકારીઓ ચિત્રમાં આવવા પણ તૈયાર નથી.

ગોયલ 3 માર્ચે ભારતથી અમેરિકા જવા રવાના થયા હતા અને 8 માર્ચ સુધી અમેરિકામાં રોકાવાના છે પણ અમેરિકાનું વલણ જોતાં ટ્રમ્પ સરકારમાં કોઈ ટોચના મંત્રીને મળીને કશું કરી શકે એવી શક્યતા દેખાતી નથી. ગોયલ પાસે કોઈ નક્કર પ્લાન નથી તેથી અમેરિકામાં કોઈ તેમને સમય આપે એવી શક્યતા ઓછી છે.

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફ અમલમાં આવશે તો 2025-26ના નાણાકીય વર્ષમાં ભારતની અમેરિકામાં નિકાસ 2 અબજ ડોલરથી 7 અબજ ડોલરની વચ્ચે ઘટી શકે છે. કાપડ, રસાયણો (ફાર્માસ્યુટિકલ્સ સહિત), નિકાસ-લક્ષી ઘરેણાં અને રત્નો, ઓટો ઘટકો અને ઇલેક્ટ્રોનિક્સની નિકાસને સૌથી મોટો ફટકો પડશે જ્યારે શાકભાજી, માંસ, માછલી વગેરે સહિતના ખાદ્ય ઉત્પાદનો અને ફૂટવેરને ઓછો ફટકો પડશે કેમ કે અમેરિકામાં આ ઉત્પાદનોની મોટા પ્રમાણમાં નિકાસ થતી નથી.

આ પણ વાંચો-Ahmedabad: વાસણા કેનાલમાં સ્ક્રોર્પિયો કાર ખાબકી, 3થી 4 લોકો તણાયા, જુઓ વિડિયો

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?
  • June 20, 2026

Ram Mandir Corruption Controversy: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓએ પોતાની શ્રદ્ધા અને કમાણીમાંથી દાન આપ્યું હતું, પરંતુ આજે તે જ આસ્થા પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 2 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 5 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક