
ગુજરાતમાં વારંવાર વીજકર્મીઓ પર હુમલા થતાં હોય છે. ત્યારે વધુ એક હુમલાનો મામલો સામે આવ્યો છે. પાલીતાણાના ડુંગરપુર ગામે PGVCLની ટીમ પર હુમલો કરાયો છે. વીજ જોડાણો ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. એક કર્મીને સારવાર અર્થે ખસેડાયો છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જીલ્લાના પાલિતાણામાં આવેલા ડુંગરપુર ગામે ગત રોજ PGVCL ટીમે ગેરકાદે લેવાતાં વીજ જોડાણો મામલે તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન જૂનાગઢથી ગયેલી ટીમ પર હુમલો થયો છે. જડુંગરપુર ગામના કોળી શેરી વિસ્તારમાં હુમલો થયો છે. પ્રાથમિક શાળા નજીક રહેતા માથાભારે શખ્સોએ હુમલો કરતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હાલ આરોપીઓ વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્ત એક કર્મચારીને સારવાર અર્થે પાલીતાણાની હોસ્પિટલમાં ખસેડાયો છે. તેમને પગના ભાગે ઈજાઓ પહોંચી છે. વીજકર્મીઓ પર હુમલો થતાં આરોપીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.