Baba Vanga Prediction: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, જાપાનના લોકોની ઉંઘ હરામ

  • World
  • July 4, 2025
  • 0 Comments

Baba Vanga Prediction: જાપાન પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે આગાહી માટે જાણીતા બાબા વાંગાએ પોતાના જીવનમાં ઘણી આગાહીઓ કરી છે, પરંતુ તે હંમેશા અસ્પષ્ટ રહી છે. લોકો તેમને પોતાના સ્તરે વર્તમાન ઘટનાઓ સાથે જોડે છે. તેમની તાજેતરની આગાહીએ એશિયન પર્યટન અને ઉડ્ડયન ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. બાબા વેંગાની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે 5 જુલાઈ, 2025 ના રોજ જાપાનમાં એક વિશાળ સુનામી આવી શકે છે જે 2011 ના વિનાશક તોહોકુ ભૂકંપ કરતાં પણ વધુ ખતરનાક હશે.

 બાબા વેંગાની ભવિષ્યવાણી બાદ ફ્લાઇટ્સનું બુકિંગ રદ

બાબા વેંગાની આગાહી કરી હતી કે 5 જુલાઈના રોજ જાપાનમાં એક મોટી આફત આવશે, જેનાથી સમગ્ર એશિયામાં ભયનો માહોલ ફેલાઈ જશે. આ આપત્તિ જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના સમુદ્ર તળ નીચે થશે અને તેના મોજા ત્રણ ગણા ઊંચા હશે. આ ચેતવણી પછી, લોકો જાપાનમાં મુસાફરી કરતા ખૂબ જ ડરી ગયા છે. ખાસ કરીને હોંગકોંગથી જાપાનની ફ્લાઇટ્સનું બુકિંગ ઝડપથી રદ થઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, જૂન અને જુલાઈ મહિનામાં આ ફ્લાઇટ્સના 80% બુકિંગ રદ કરવામાં આવ્યા છે.

બાબા વેંગાની આ આગાહી પડી છે સાચી

જાપાનના ‘બાબા વેંગા’ કહેવામાં આવે છે. તેમના પુસ્તક ‘ધ ફ્યુચર એઝ આઈ સી ઈટ’ માં કરવામાં આવેલા દાવાઓ પહેલા પણ ઘણી વખત સાચા પડ્યા છે – જેમ કે 2011 ની સુનામી, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને કોવિડ-19 રોગચાળાની આગાહી. લોકો એટલા ડરી ગયા છે કે તેઓ તેમની યોજનાઓ મુલતવી રાખી રહ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

જાપાનની ફ્લાઇટ્સમાં 50% ઘટાડો

ઘણા લોકો બાબા વેંગાનીની આગાહીને ગંભીર માને છે કારણ કે તેની અગાઉની આગાહીઓ પણ સાચી પડી છે. હોંગકોંગ એરલાઇન્સે કાગોશિમા અને કુમામોટો જેવા દક્ષિણ જાપાની શહેરો માટે જુલાઈ અને ઓગસ્ટની ફ્લાઇટ્સ રદ કરી છે. એરલાઇન અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ નિર્ણય તાત્સુકીની આગાહીને કારણે લેવામાં આવ્યો છે, જેમાં ભૂકંપ અને સુનામીની આગાહી કરવામાં આવી હતી. બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાપાનની ફ્લાઇટ્સમાં 50% ઘટાડો થયો છે.

15-20 % થી વધુ ટિકિટ રદ થઈ

ખાસ કરીને, બોઇંગ વિમાનો ઉડાવતી કંપનીઓએ 15-20% થી વધુ ટિકિટ રદ કરી હતી. હોંગકોંગની એક મોટી ટ્રાવેલ એજન્સી કહે છે કે એપ્રિલ અને મે મહિના માટે બુકિંગમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રાદેશિક એરલાઇન ગ્રેટર બે એરલાઇન્સ તેની ફ્લાઇટ્સમાં 80% બેઠકો ભરાઈ જવાની અપેક્ષા રાખતી હતી, પરંતુ ઓક્યુપન્સી માત્ર 40% હતી. એરલાઇનના જાપાન વિભાગના જનરલ મેનેજર હિરોકી ઇટોએ આ ઘટાડાને ચિંતાજનક ગણાવ્યો. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને હવામાન સંસ્થાઓ આ ચેતવણી પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું બાકી છે. હાલ પૂરતું, આ આગાહી જાપાનની મુસાફરીને અસર કરતી હોય તેવું લાગે છે.

આ પણ વાંચો:
 
  • Related Posts

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh
    • October 29, 2025

     Businessman Darshan Singh Murder: પંજાબ મૂળના એક અગ્રણી ઉદ્યોગપતિ દર્શન સિંહની કેનેડાના સરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના તેમના ઘરની બહાર બની હતી જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનમાંથી…

    Continue reading
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી
    • October 29, 2025

    Israel Airstrike in Gaza: ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કરી દીધો છે, જેમાં 30 થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલો છે,સાથેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 10 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 6 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 18 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

    • October 29, 2025
    • 8 views
    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 23 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 10 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”