
●મસ્જિદના ધ્વંસની વરસીના દિન 6 ડિસેમ્બરે નવી બાબરી મસ્જિદ બનાવવાનો પાયો નંખાતા વિવાદ
Babri Masjid: દેશમાં ફરી બાબરી મસ્જિદનો વિવાદ શરૂ થઈ ગયો છે અને રાજકારણ માટે આ મુદ્દો ખૂબજ અસરકારક માનવામાં આવે છે તે જોતા હવે ખાસ કરીને બંગાળના રાજકારણમાં હવે મોટા બદલાવના સંકેત જોવા મળી રહયા છે.
6 ડિસેમ્બર,૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને આજ દિવસ એટલે કે 6 ડિસેમ્બરના રોજ મસ્જિદના ધ્વંસની વરસીના દિવસે બંગાળના મુર્શિદાબાદમાં નવી બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના બરતરફ થયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબજ મુર્શિદાબાદના બેલડાંગા ખાતે ‘બાબરી મસ્જિદ’ના નિર્માણ માટે પાયો નાખી હલચલ મચાવી દીધી છે જેની ચર્ચા દેશ-વિદેશમાં વસતા મુસ્લિમ સમુદાયમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
સમાચાર એજન્સી એએનઆઇના એક અહેવાલ પ્રમાણે તૃણમૂલ કૉંગ્રેસના બરતરફ (ટીએમસી) ધારાસભ્ય હુમાયુ કબીર શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ ખાતે ‘બાબરી મસ્જિદ’ના નિર્માણ માટે પાયો નાખ્યો અને ચેલેન્જ પણ કરી કે અહીં બાબરીનો પાયો નાખ્યો છે જેની “કોઈ એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”બંગાળમાં વસતા મુસલમાન સમાજમાં બાબરી નિર્માણની વાતે જબરદસ્ત માહોલ બનાવ્યો છે અને હુમાયુ કબીરને ઠેરઠેરથી સમર્થન મળી રહ્યું છે.
હુમાયુ કબીરે અયોધ્યામાં તોડી પડાયેલી બાબરી મસ્જિદને ઐતિહાસિક દૃષ્ટિએ વિવાદાસ્પદ સ્થળ ગણાવતાં કહ્યું, “બંગાળમાં ચાર કરોડ મુસ્લિમો છે.
શું તેમને બાબરી મસ્જિદ બનાવવાનો અધિકાર નથી? અમે હવે ફરી બાબરીનું નિર્માણ કરીશું
હુમાયુ કબીરે દાવો કર્યો કે તેમને ધમકીઓ મળી રહી છે,જેમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી પણ સામેલ છે પણ તેઓ કોઈથી ડરતા નથી.તેઓએ ચેલેન્જ કરી કે “જો કોઈનામાં હિંમત હોય તો મુર્શીદાબાદ આવીને હિંમત દેખાડો.”
કબીરે કહ્યું મસ્જિદના નિર્માણ માટે 300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. જેમાં હૉસ્પિટલ, ગેસ્ટહાઉસ અને મિટિંગ હૉલ પણ સાથે સામેલ હશે.તેમણે આ પ્રોજેક્ટ માટે પોતાનો નિર્ધાર વ્યક્ત કરતાં કહ્યું, “આ મુસ્લિમોનું વચન છે. બાબરી મસ્જિદ બનશે અને જરૂર બનશે.”
હવે આ મુદ્દો ભવિષ્યમાં રાજકીય રંગ પકડવાનો છે જેમાં મમતાને આ સ્થિતિમાં મુસીબત ઉભી થઈ શકે તેમ છે કારણકે બાબરીનો મુદ્દો ઉભો કરનાર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે જેથી તેઓ બાબરીનો આડકતરી રીતે વિરોધ કરી રહ્યાનો મેસેજ જઈ શકે તેમ હોય મુસ્લિમોના વોટ ગુમાવવાનો વારો આવી શકે તેમ છે અને જો સપોર્ટ કરે તો પણ તેઓ મુસીબતમાં મુકાઈ શકે તેમ હોય તેઓ માટે અવઢવની સ્થિતિ ઉભી થઈ છે અને બંગાળનું રાજકારણ ગરમાયુ છે.
હુમાયુ કબીરને પાર્ટી માંથી હાંકી કઢાયા બાદ તેઓએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના દિવસો પુરા થયા તેઓ 2026ની વિધાનસભા ચૂંટણી પછી સત્તામાં રહેશે નહીં.
સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યએ પત્રકારોને કહ્યું, હવે મુખ્યમંત્રી તરીકે મમતા શપથ લેશે નહીં, અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે ઓળખાશે.”
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







